તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોથાણ-મોટા વરાછા રોડ પર વધુ એક લૂંટથી ફફડાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોથાણથીમોટાવરાછા અને ઉમરાથી વેલંજા ગામ તરફ જતા અંતરિયાળ માર્ગ પરથી પ્રસાર થતા રાહદારીઓને આંતરી મારમારી લૂંટી લેવાની બની રહેલી ઘટનામાં ફરીવાર ગુરૂવારે ગોથાણ ગામે એક યુવકને ચાર જેટલા અજાણ્યા ઈસમોએ માર્ગ પર આંતરી મારમારી તેનો મોબાઈલ ફોન લૂંટીને લઈ જવાની ઘટના બની હતી. મુદ્દે રહેવાસીઓએ રસ્તા પર અંધકાર હોવાથી લાઇટ મૂકવા માંગ કરી છે.

ઓલપાડ તાલુકાની પૂર્વ પટ્ટીના છેવાડાના ગોથાણ અને ઉમરાના નેશનલ હાઈવેથી વેલંજા ગામ તરફ અને સુરત શહેરના મોટાવરાછા તરફ જતા માર્ગ પરથી પ્રસાર થતા રાહદારીઓને આંતરી લૂંટવાની વાતે સક્રિય બનેલી ટોળકીએ ગુરુવારની મોડી સાંજે હાલ ગોથાણ ગામની બાંગાર કોલોની ખાતે અને મૂળ બાલીપુર પ્રતાપગઠ ઉત્તરપ્રદેશનો રહેવાસી હીરાલાલ વિશ્વકર્માએ કોઈક કામ માટે ગોથાણ ગામ તરફ આવતો હતો. ત્યારે ગોથાણ ગામની સીમમાં રેલવે ગરનાળા પાસેથી પસાર થતી વખતે અચાનક ચાર જેટલા હિન્દીભાષીઓએ હીરાલાલને ઉભો રાખી તું કહા જાતા હે એવું પૂછતાં તેણે કહેલું કે આપ કૌન હોતે હો મુજે પૂછને વાલે. ત્યારે આટલી નજીવી વાતચીત બાદ ઉશ્કેરાયેલા ચારે ઈસમોએ લોખંડના પાઇપ વડે હીરાલાલ પર જીવલેણ હુમલો કરી મારમારી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી તેના કબજામાંથી મોબાઈલ ફોનની કિંમત રૂપિયા 3000ની લૂંટ કરી ભાગી ગયો હતો. ગોથાણ જતા માર્ગ પર હીરાલાલ સાથે કુલ ચાર ઈસમોને એકસરખી મોડસ ઓપરેન્ડીથી મારમારી લૂંટી લેવાની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે.

પોલીસ ફરિયાદ લઇ સંતોષ માની લે છે, સુમસામ રસ્તા પર લાઇટ મુકવા માંગ

બાંગર કોલોનીના યુવકને રસ્તામાં આંતર્યો

અન્ય સમાચારો પણ છે...