તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આજે છેલ્લો પ્રદોષ યોગ શનિ મંદિરોમાં ભીડ જામશે

આજે છેલ્લો પ્રદોષ યોગ શનિ મંદિરોમાં ભીડ જામશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રંથોપ્રમાણે પ્રદોષ વ્રત કરવાથી દરેક સુખની પ્રાપ્તિ સંભવ છે. વ્રત દરેક મહિનાની બંને પક્ષોની તેરસ તિથિએ કરવામાં આવે છે. વ્રત અલગ-અલગ વાર સાથે મળીને વિશેષ યોગ બનાવે છે. વર્ષે તા.26 નવેમ્બરને શનિવારના રોજ પ્રદોષ યોગ છે જેથી શનિ પ્રદોષનો યોગ બની રહ્યો છે. પુરાણો પ્રમાણે શનિ પ્રદોષ વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે અને જે જાતકોની શનિની સાડાસાતી અથવા પનોતી ચાલી રહી હોય તેમને શનિદેવની પુજા કરવાથી ખુબ લાભ થાય છે.

અંગે માહિતી આપતાં શાસ્ત્રી નયન પંડ્યાએ જણાવ્યું કે, પ્રદોષ પુજા શિવજીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. અને શિવભક્તોને શનિદેવ પીડા આપતાં નથી તેથી શનિની પીડાઓમાંથી મુક્તિ મેળવવા માટે પ્રદોષ વ્રત પણ કરી શકાય છે. સુદપક્ષની તેરસે શનિવાર હોય તો તેવા પ્રદોષનુ શાસ્ત્રોમાં ખુબ મહત્વ દર્શાવાયું છે. દિવસે સાંજે સૂર્યાસ્ત બાદ બે ઘડી લગભગ 47 મિનિટ સુધીનો સમય પુજા માટે હોય છે. ઘરમાં અંગુઠા જેવડું માટીનું શિવલિંગ બનાવીને પણ પુજા કરી શકાય. સ્કન્દપુરાણમાં જણાવ્યા પ્રમાણે પ્રદોષ વ્રતનો આરંભ કરનારને ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે. ઉપરાંત શિવજીના મંદિરમાં જઇને શિવજી તેમજ ખાસ નંદીના દર્શન કરવા તેમજ નંદીની પૂછડી તેમજ શિંગડાને સ્પર્શ કરવો. નંદી પાસે દુર્વાનું નૈવેદ્ય તેમજ પાણી મુકવું અને નંદી મહારાજને દરિદ્રતા દુર કરવા માટે પ્રાર્થના કરવી.

જેની શનિની સાડાસાતી અથવા પનોતી ચાલતી હોય તેને શનિદેવની પૂજાથી લાભ

અન્ય સમાચારો પણ છે...