તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આખરે પાન નંબર વગરના કેસમાં 700 ધરતીપુત્રોને નોટિસ ફટકારાઈ

આખરે પાન નંબર વગરના કેસમાં 700 ધરતીપુત્રોને નોટિસ ફટકારાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇડીએસઅગાઉ આઇટીએ અગાઉ જે સેકટરમાં પત્રો કે નોટિસ પાઠવીને તપાસ શરૂ કરી હતી તે તમામ કેસમાં આઇડીએસ અગાઉ જોર લગાવવામાં આવી રહ્યુ છે જેથી વધુને વધુ કરદાતા આઇડીએસમાં જોડાય. ગતિવિધિ અંતર્ગત હાલ પાનકાર્ડ નહીં ધરાવનારા ધરતીપુત્રોને પણ કલમ 136 હેઠળ નોટિસ ઇશ્યુ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે અગાઉ દિવ્ય ભાસ્કરમાં પાનકાર્ડ નહીં ધરાવનારાઓ બાબતે આઇટીની રણનીતિ અંગેનો એક અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો. હાલ શહેરની બોર્ડર ફરતે જમીનોના સોદા કરનારા 700 જેટલાં ખેડુતો ફરીએકવાર આઇટીના રડાર પર આવી ગયા છે.

નોંધનીય છે કે અગાઉ બોર્ડમાંથી સ્થાનિક આઇટી કચેરીને કેટલાંક ડેટા મોકલવામાં આવ્યા હતા. જેમાં સબ-રજિસ્ટ્રાર કચેરીના ડેટાનો પણ ઉલ્લેખ હતો. કેટલાંય ખેડૂતોએ ખેતીની જમીનની લે-વેચ કરી તેની પર કેપિટલ ગેઇન ભર્યો નહતો. અંગેના ટ્રાન્ઝેકશનની વિગતો આઇટીને સુપરત કરવામાં આવી હતી. આઇટીએ સબ-રજિસ્ટ્રાર કચેરી તરફથી જેટલાં એડ્રેસ મળ્યા હતા તેના આધારે પત્રો લખવાની શરૂઆત કરવામાં આવી હતી. નોંધનીય છે કે રેન્જ દ્વારા નોટિસ ઇન્સ્પેકટરના માધ્યમથી મોકલવામાં આવી રહી છે અધિકારીઓ કહી રહ્યા છે કે સ્પોટ વેરિફિકેશન કે સરવે કે સર્ચ નથી. માત્ર લેટરની બજવણી છે. પત્રમાં જમીનોના ટ્રાન્ઝેકશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉપરાંત જમીનની લે-વેચની વિગતો પણ છે. પત્ર દ્વારા સવાલ કરાયો છે કે જો તમારા ટ્રાન્ઝેકશન હોય તો તેને બુક પર બતાવ્યા છે કે કેમ તેનો જવાબ આપો. હાલ આઇટીની દરેક રેન્જ દ્વારા ખેડૂતોને આવા સવાલ કરાઇ રહ્યા છે. નોંધનીય છે કે નિયમ મુજબ જ્યારે ખેતીની જમીન વેચવામાં આવે છે ત્યારે તેની સામે એટલી રકમની ખેતીની જમીન અન્યત્ર લેવાની હોય છે. જો જમીન ખરીદવામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. હાલ શહેરમાં એન.એ. થઈ ગયેલી જે જમીનો છે તે બિલ્ડરોએ ઊંચામાં ઉંચી કિંમત આપીને ખરીદી છે.

મહિના દરમિયાન નોટિસોની બજવણી થઈ: ટ્રાન્ઝેકશન બાબતે પૂછપરછ

શહેર ફરતે જમીનોના સોદા કરનારા ખેડૂતો ફરીવાર ITના રડાર પર

અન્ય સમાચારો પણ છે...