તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ચાઇનીઝ ફટાકડા પર પ્રતિબંધ છતાં શહેરમાં બેરોકટોક વેપાર

ચાઇનીઝ ફટાકડા પર પ્રતિબંધ છતાં શહેરમાં બેરોકટોક વેપાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇમ્પોર્ટપર પ્રતિબંધ છતાં છૂપી રીતે દેશમાં આવતા ચાઇનીઝ કેક્રર્સને ગુજરાતમાંથી મોટા પાયે વેપાર મળી છે. તહેવારો પાછળ પાણીની જેમ રૂપિયા ખર્ચી નાંખતાં સુરતીઓ પ્રતિબંધ છતાં ચાઇનીઝ ફટાકડાની ખરીદી કરે છે. જ્યારે ભારતીય કેક્રર્સ કરતાં પ્રમાણમાં ઓછી કિમતે મળતાં ચાઇનીઝ ક્રેકર્સના વેચાણ પર નફો વધુ હોવાથી તેના વેચાણનો આંકડો મોટો છે.

સુરક્ષા તેમજ પર્યાવરણને ઓછુ નુકશાન થાય તે માટે ફટાકડા નહી ફોડી વૈકલ્પિક રીતે દિવાળીની ઉજવણી કરવી જોઇએ. હાલના સમયે વેપાર ક્ષેત્રે ચાઇના ભારતનો સૌથી મોટો હરીફ ગણવામાં આવે છે. છતાં ભારતીય પ્રોડક્ટ કરતાં ચાઇનીઝ પ્રોડક્ડની માંગ સ્થાનિક માર્કેટમાં વધુ જોવા મળે છે. એવામાં ઉતરાયણ હોય કે દિવાળી હોય ફટાકડા કે દોરી જેવી ચાઇનીઝ પ્રોડક્ટ સરળતાથી માર્કેટમાં મળી જતી હોય છે.એવામાં ઇમ્પોર્ટ પર પ્રતિબંધ છતાં છૂપી રીતે શહેરમાં આવતાં ચાઇનીઝ ફટાકડનો વેપારનો આંક ઘણો મોટો છે.

દિવાળીને ગણીને એકમાસનો સમય રહી ગયો છે. ત્યારે ટૂંક સમયમાં શહેરના વિવિધ ઠેકાણે ફટાકડા તેમજ અન્ય ઘરસજાવટની વસ્તુઓના સ્ટોલ લાગી વેચાણ શરૂ થઇ જશે. એવામાં પાછલા વર્ષની વાત કરીયે તો ફક્ત શહેરનો ચાઇનીઝ ફટાકડાનો વેપાર 17 કરોડનો નોંધાયો હતો. શહેરના એક અગ્રણી કેક્રર્સ વિક્રેતા સાથે થયેલી વાતચીતમાં નામ નહી આપવાની શરતે જણાવ્યું હતું કે, દવા કરતાં દારૂના વેચાણમાં નફો વધારે અર્થાત ચાઇનીઝ ફટાકડામાં કેક્રસ સેલર્સનો નફાનો માર્જીન વધુ હોય છે. તેમજ ભારતીય કેક્રર્સ મેન્યુફેચક્ચરર કંપની સામે ચાઇનીઝ કેક્રર્સ બિઝનેસમાં અગ્રેસર છે. ઉપરાંત કેટલાંક સામાન્ય ખરીદદારોને ચાઇનીઝ પ્રોડક્ડ વિશે ખ્યાલ હોતો નથી. સાથે સુરતમાંથી પણ ઘણી જગ્યાએ ફટાકડાનું વેચાણ થતું હોય છે. જેમાં ચાઇનીઝ પ્રોડક્ટનું વેચાણ પાછલા પ્રતિબંધ છતાં થયું હતું. અધિકારીઓ દ્વારા થતી ચકાસણીઓ છતાં છૂપી રીતે વેચાણ તો થાય છે.

પાછલા વર્ષે 17 કરોડના ચાઇનીઝ ફટાકડા ફૂટ્યા હતા

અન્ય સમાચારો પણ છે...