તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • લઠ્ઠાકાંડમાં વધુ 5 કેશિયરની પણ હેડ ક્વાર્ટરમાં બદલી

લઠ્ઠાકાંડમાં વધુ 5 કેશિયરની પણ હેડ ક્વાર્ટરમાં બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાપોદ્રાઅને વરેલીમાં થયેલા લઠ્ઠાકાંડના કારણે જિલ્લાના કેશિયરો બાદ રવિવારે પોલીસ કમિશનરે સુરત શહેરના વિવિધ પોલીસ મથકોના 24 કેશિયરોની પોલીસ હેડક્વાટરમાં બદલી કરવામાં આવી છે. તેમ છતા 5 પોલીસ મથકોના કેશિયરો પહેલા રાઉન્ડની બદલીમાં બચી ગયા હતા. સોમવારે બીજા રાઉન્ડમાં પોલીસ કમિશનરે બચી ગયેલા 5 પોલીસ મથકોના કેશિયરોની હેડ ક્વાટરસમાં બદલી કરી છે. તેમાં સરથાણા પોલીસ મથકના સતીશ દેવરે,કાપોદ્રાનો રવિરાજ ડાભી, સલાબતપુરાનો ઘનશામ રતનસંગ પરમાર, જહાંગીરપુરાનો વિજયગીરી ગોસ્વામી અને અમરોલીના ઠાકોર પરમારનો સમાવેસ થાય છે.

રવિવારે કરાયેલિ કેશિયરોની બદલીમાં સરખા નામના કારણે સલાબતપુરાના કેશિયર ઘનશ્યામ પરમારના બદલે ઘનશ્યામ બેદરેની બદલી થઇ ગઇ હતી. પરંતુ બીજા દિવસે ઘનશ્યામ બેદરેની બદલી રદ્દ થઇ હતી અને ઘનશ્યામ પરમારની બદલી દેડ ક્વાટરમાં કરાઇ છે.

પહેલા રાઉન્ડમાં બચી ગયેલા પર ગાળિયો

30ના મોતનો મામલો વેગ પકડે છે

અન્ય સમાચારો પણ છે...