તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબીબની ભૂલથી યુવકનું મોત થયાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉધનાનાએક શ્રમિક પરિવારના આધર સમા એવા ત્રણ બહેનના એકના એક ભાઈને તાવમાં તબીબે આપેલા ઈન્જેકશનમાં બેદરકારીથી મોત થયું હતું. પરિવારજનોએ તબીબની બેદરકારીનો આક્ષેપ કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી.

સિવિલ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર ઉધના રોડ નંબર 3 ધર્મયુગ સોસાયટી ખાતે રહેતાં મુળ ઓરિસ્સાના વતની વિભુતીભાઈ રામીપ્રાધાન (27) લેસપટ્ટીનું જોબ વર્ક કરી ત્રણ બહેન અને માતા-પિતાનુ ગુજરાન ચલાવતો હતો. તેને તાવ આવતો હોવાથી સારવાર અર્થે ઉધનાના દાઉદ નગરમાં આવેલા ડૉ.હીતેશ પટેલની સાંઈ ક્લીનીક ખાતે સારવાર કરાવી હતી. પરંતુ તારીખ 18મીના રોજ સારવાર બાદ રાત્રે તબીયત લથડી ગઈ હતી. તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે 19મીએ સોમવારે ખસેડવામાં આવ્યો હતો. તેને જમણા થાપાનો ભાગ સોજી ગયો હતો અને તેમાં ઈન્ફેકશન થઈ ગયું હોઈ ગેગરિન થયું હોવાનું નિદાન થતાં તાત્કાલીક ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેનુ સારવાર દરમિયાન રવિવારે સાંજે મોત થયું હતું. પોલીસે આકસ્મિક મોત મુજબની નોંધ કરી હતી.

નવી સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતુંં. ડૉ.નિશા ચંદ્રાએ જણાવ્યું હતું કે, ઈન્જેકશન અપાયેલા ભાગમાં સોજો આવી જતાં ઈન્ફેકશન થઈ ગયું હતું. ત્યાં ગાંઠ થઈ ગઈ હતી તેથી ગેગરિન થવાથી મોત થયું હોવાનું જણાઈ છે પરંતુ હીસ્ટો પેથો.ના રિપોર્ટ બાદ સાચુ કારણ બહાર આવશે. તેવું તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...