તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અઠવાલાઇન્સ સંઘમાં દશેરાના દિવસથી 47 દિવસના ભવ્ય ઉપધાન તપ શરૂ થશે

અઠવાલાઇન્સ સંઘમાં દશેરાના દિવસથી 47 દિવસના ભવ્ય ઉપધાન તપ શરૂ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીઅઠવાલાઇન્સ જૈન સંઘ ખાતે ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય કુલચન્દ્ર સૂરિજી, પૂજ્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજની નિશ્રામાં દશેરાથી ઉપધાન તપની શરૂઆત થશે. તપમાં અંદાજે 100થી વધુ આરાધકો જોડાવાના છે. ઉપરાંત રશ્મિરાજ સૂરિશ્વરજી મહારાજ પણ સૂરિમંત્રની સાધના કરવાના છે જેની પણ તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

પ્રસંગે પ્રવચન પ્રસાદી પાઠવતાં પંન્યાસ પદ્મદર્શનજીએ જણાવ્યું કે, પરલોકમાં દુ:ખી થવું પડે તેવા કાર્યો જે કરે છે એનો દૂરથી ત્યાગ કરી દેશો. જે પોતાની જાતને છેતરે છે વ્યક્તિ બીજાનું ભલુ શી રીતે કરી શકશે? જાતની સાથે છેતરપીંડી કરનારો જગતની સાથે કેવો વ્યવહાર કરતો હશે તે વિચારણીય છે. જે ધર્મને ઠોકર મારે છે એના જીવનમાં ઠોકરો ખાવી પડે છે. ધર્મ તમારો પ્રાણ છે જેમ પ્રાણ વિનાના ક્લેવરની કોઇ કિંમત નથી તેમ ધર્મના ક્ષેત્રમાં મજબૂત નહીં બનશો તો જીવનમાં ગમે ત્યારે સંકટોના વાદળો ચડી આવશે અને જીવન તીતર-બીતર થઇ જશે. તમે જો ધર્મનું સેવન કરશો તો ધર્મ અવશ્ય તમારી રક્ષા કરશે. જ્યારે જીવનનો ખરો ખેલ ચાલુ થશે ત્યારે તમારી વોક સ્ટાઇલ,હેર સ્ટાઇલ કે ટોક સ્ટાઇલ કામ નહીં આવે. ફેર સ્કીન કે ફેર લુક કામ નહી આવે. વેલ્થ, ડીગ્રી કે પ્રેસ્ટીજ પણ ડાઉન થઇ જશે. સમયે પીસ જેવા પાત્રો તમને દુ:ખી નહી પણ મહાદુ:ખી કરી દેશે. મહેરબાની કરીને તમારી જાત ઉપર એવો જુલમ કરો. કોઇ પાત્રને તમે પસંદ કરો એની પહેલા પસંદગીના સાચા માપદંડને પસંદ કરી લેજો જો આટલું કરશો તો તમારું જીવન સ્વર્ગ બની જશે.

બાહ્ય બ્યૂટી જોવાને બદલે અંદરની બ્યૂટી જુઓ. જીવન નિર્માણનુ પ્રથમ સોપાન સ્વભાવ છે. જો તમારો સ્વભાવ રોયલ હશે તો જીવનના પ્રત્યેક ક્ષેત્રે તમારો વિજય થશે. તમારો સ્વભાવ પીત્તળ હશે તો સ્વર્ગ જેવું ઘર પણ તમારા માટે નર્કાગાર બની જશે. આપણી આર્ય સંસ્કૃતિમાં જીવનના ઘણા સુખો સહજ રીતે વણાયેલા હોય છે. સંસ્કૃતિ શહેરમાં મરી રહી છે પણ ગ્રામ્ય જીવનમાં હજી જીવી રહી છે. શહેર કરતાં ગામડામાં રોગો ઓછા છે. શહેરની સરખામણીમાં ગામમાં સ્વાર્થવૃત્તિ ઓછી છે. શહેરની અપેક્ષાએ ગામડામાં ડાયવોર્સનું પ્રણા ઓછુ છે, ગ્રામ્ય પ્રજા સુખી છે.

જૈનાચાર્ય અને પંન્યાસની નિશ્રામાં 100થી વધુ આરાધકો જોડાશે

અન્ય સમાચારો પણ છે...