તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મોટાવરાછાના કાર્ટિંગ એજન્ટનું ભાગીદારોએ કર્યું અપહરણ

મોટાવરાછાના કાર્ટિંગ એજન્ટનું ભાગીદારોએ કર્યું અપહરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટાવરાછા વિસ્તારમાં રહેતા કાર્ટિંગ એજન્ટનું તેનાજ પાર્ટનરોએ રૂપિયાના લેવડ-દેવડમાં અપહરણ કરીને તેને માર માર્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મોટા વરાછામાં સુદામા ચોક પાસે આંગન રેસીડેન્સીમાં રહેતા હિતેશ કુરજી વઘાસીયા તેના પાર્ટનરો ચેતનસિંહ જગદિશ જાડેજા અને શૈલેશ સુથાર સાથે ઇંટ-રેતી-કપચી અને જુની કારો લે-વેચનું કામ કરતો હતો. ચેતન અને હિતેશ વચ્ચે 2.50 લાખ રૂપિયાની લેવડ-દેવડનો વિવાદ ચાલતો હતો. રવિવારે બપોરે હિતેશ કાપોદ્રામાં મોતીનગર સોસાયટી પાસે ચેનતસિંહ અને શૈલેશને મળતા તેઓ જબરજસ્તી તેમની કારમાં હિતેશને બેસાડીને નાના વરાછાથી રાયઝોન પ્લાઝામાં લઇ ગયા હતા. ત્યાં બંનેએ હિતેશને માર માર્યો હતો. હિતેશ બંનેની નજર ચુકવીને ત્યાંથી ભાગીને કાપોદ્રા પોલીસ મથકમાં પહોંચી ગયો હતો. ત્યાં ચેતનસિંહ અને શૈલેશ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

2.5 લાખ રૂપિયાની લેવડ-દેવડનો વિવાદ હતો

અન્ય સમાચારો પણ છે...