ધી સુરત કો.ઓપરેટીવ બેંકની 96મી વાર્ષિક સભા યોજાઇ

સુરત| તા.11મી સપ્ટેમ્બરે ધી સુરત કો.ઓપરેટીવ બેંકની 96મી વાર્ષિક સભાનું નાનપુરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું....

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:41 AM
Surat - ધી સુરત કો.ઓપરેટીવ બેંકની 96મી વાર્ષિક સભા યોજાઇ
સુરત| તા.11મી સપ્ટેમ્બરે ધી સુરત કો.ઓપરેટીવ બેંકની 96મી વાર્ષિક સભાનું નાનપુરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મલ્ટીસ્ટેટનો દરજ્જો મેળવ્યા બાદ બેંકની આ પ્રથમ વાર્ષિક સભા મળી છે. જેમાં સહકારી કાયદાની મહત્તમ મર્યાદા મુજબ 15 ટકા ડિવિડન્ડ સભાસદો માટે જાહેર કરવામાં આવ્યું છે. બેંકની સભાને સંબોધતાં નવા વરાયેલા પ્રમુખ આશિત ગાંધીએ જ્ણાવ્યું હતું કે, બેંકનો કુલ બિઝનેસ 6628 કરોડનો થયો છે. આ સાથે કુલ થાપણ 4011 કરોડ તથા કુલ ધિરાણો 2617 કરોડને પાર થતાં બેંકે વિકાસનું નવું સોપાન સર કર્યુ છે.બેંકની ભાવી યોજનાઓ વિશે માહિતી આપતાં ઉમેર્યુ હતું કે, રાંદેર રોડની શાખાને સિનિયર સિટીઝન ગ્રાહકોની માંગને જોતાં ગ્રાઉન્ડ ફ્લોર પર લઇ જવાની સાથે તેમાં ઇ-લોબીની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ સાથે ઇન્ટરનેટ બેકિંગમાં વ્યુઇંગ ફેસીલીટી તથા ટ્રાન્ઝેક્શન બેઇઝ્ડ નેટ બેંકિંગ સુવિધા શરૂ કરાશે.

X
Surat - ધી સુરત કો.ઓપરેટીવ બેંકની 96મી વાર્ષિક સભા યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App