અનાજ કૌભાંડમાં બેની આઠ માસ પછી ધરપકડ કરાઈ

કિશોર ઠક્કરના નામે અનાજ વેચાયું હતું

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:41 AM
Surat - અનાજ કૌભાંડમાં બેની આઠ માસ પછી ધરપકડ કરાઈ
બાયોમેટ્રિક્સ ફિંગરપ્રિન્ટ અને સોફ્ટવેર સાથે ચેડા કરીને અન્યના નામે અનાજ સગેવગે કરવાના બનાવમાં ક્રાઇમબ્રાંચે 8 માસ પછી બે આરોપીઓની ધરપકડ કરી હતી.

ઉધનામાં કિશોર મુળજી ઠક્કરના નામે રેશનિંગ કાર્ડનું સસ્તુ અનાજ વેચાયું હતું. તપાસ દરમિયાન પુરવઠા વિભાગને તેની જાણ થઈ હતી. તપાસ કરતા કિશોર ઠક્કરે અનાજ લીધું ન હતું. પરવાનેદારે કિશોર ઠક્કરના નામે અનાજ લેવાયું હોવાનું દર્શાવી અનાજ સગેવગે કર્યું હતું. પરવાનદારે બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ અને સોફ્ટવેર સાથે ચેડા કર્યા હતા. 5 જાન્યુઆરી,2018ના રોજ અમરોલીના ઝોનલ ઓફિસર પ્રવિણકુમાર નાગરદાસ પરમારે આરોપીઓ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 8 મહિના પછી ક્રાઇમબ્રાંચે આ ગુનામાં આરોપી કિશન કૈલાશ દાયમા(રહે.જનતાનગર, રતન ચોક, ઉધના યાર્ડ. મુળ રહે. ગાંગાપુર સિટી, ભીલવાડા,રાજસ્થાન) અને ભેરૂલાલ મોહનલાલ પહાડિયા(રહે. દેવસડ ગામ, નવસારી) ની ધરપકડ કરી છે.

X
Surat - અનાજ કૌભાંડમાં બેની આઠ માસ પછી ધરપકડ કરાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App