તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat લૂડ્ઝ કોન્વેન્ટ જેવી શાળામાં પ્રવેશ અપાવવાનું કહીને 5 વાલીના 8.60 લાખ ખંખેર્યા

લૂડ્ઝ કોન્વેન્ટ જેવી શાળામાં પ્રવેશ અપાવવાનું કહીને 5 વાલીના 8.60 લાખ ખંખેર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોતાની જાતને પ્રોફેસર અને એડવોકેટ તરીકે ઓળખાવી અલગ અલગ પાંચ વ્યક્તિ પાસેથી શાળામાં પ્રવેશ અપાવવાના બહાને રૂ. 8.60 લાખની છેતરપિંડી કરનારા ભેજાબાજ સામે અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસે આ ભેજાબાજની ધરપકડ કરી અન્ય કોઇ સાથે આ રીતે છેતરપિંડી કરી છે કે કેમω એ મુદ્દે તપાસ હાથ ધરી છે.

મહિધરપુરા નાગર શેરી શાંતિકુંજ ઍપાર્ટમેન્ટમાં રહેતા અતુલ મહેશ પટેલ ડાયમંડ પેઢીમાં નોકરી કરે છે. મહેશ જૂન માસના તેની પુત્રીની લુડ્સ કોન્વેન્ટ સ્કૂલમાં સિનિયર કે.જીમાં ઍડમિશન કરાવવા માટે બડેખા ચકલા ફીસ્લી મસ્જિદ પાસે રોશન ઍપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતા અહેસાનખાન રશિદખાન પઠાણ (રહે. અલ અમિન ઍપાર્ટમેન્ટ, ન્યૂ રાંદેર રોડ)ને વાત કરી હતી. કોઇ પણ શાળામાં પ્રવેશ અપાવી દઇશું કહી અહેસાનખાને ઍડમિશન કરાવી આપવાના બદલામાં રૂ. 2 લાખ લીધા હતા. નાણાં આપ્યા પછી પણ ઍડમિશન નહીં થતા અતુલે તેના પૈસાની માંગણી કરી તો નાણાંના બદલામાં ધમકી મળી હતી. આખરે પોતે છેતરાયા હોવાનું જાણી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે અહેસાનખાન દ્વારા આવી રીતે અન્ય પાંચ વ્યક્તિ સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. કુલ મળીને રૂ. ૮,૬૦,૦૦૦ પડાવી લીધા હોવાનું સ્પષ્ટ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...