Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - શહેરમાં ગેરકાયદે બાંધકામો મામલે બધા પોતાનો ચહેરો અરિસામાં જૂએ : મેયર

શહેરમાં ગેરકાયદે બાંધકામો મામલે બધા પોતાનો ચહેરો અરિસામાં જૂએ : મેયર

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:41 AM

સુરત | સામાન્ય સભામાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો પણ ગાજ્યો હતો. ગેરકાયદે બાંધકામના કેસમાં લાંચ લેતા પકડાયેલી...

  • Surat - શહેરમાં ગેરકાયદે બાંધકામો મામલે બધા પોતાનો ચહેરો અરિસામાં જૂએ : મેયર
    સુરત | સામાન્ય સભામાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો પણ ગાજ્યો હતો. ગેરકાયદે બાંધકામના કેસમાં લાંચ લેતા પકડાયેલી નગરસેવિકા નેન્સી સુમરા બાબતે વિપક્ષના નેતા પપન તોગડીયાએ જણાવ્યું કે ભાજપના નગરસેવકો ઉઘરાણા કરતાં પરંતુ આ કેસમાં તો આખુ ખાનદાન જ ચોંટી જાયω છેલ્લા એક વર્ષમાં શાસકપક્ષના બે મહિલા નગરસેવક ગેરકાયદે બાંધકામમાં લાંચ લેતાં પકડાયા છે. આ શાસકપક્ષના નગરસેવક શંકર ચેવલીએ જણાવ્યું કે બીપીએમસી એક્ટમાં તમામ જવાબદારી અધિકારીઓને સોંપાઇ છે. તો પછી અધિકારીઓ ગેરકાયદે બાંધકામ રોકવા નગરસેવકોની ભલામણ માટે કેમ પૂછે છેω? શહેરમાં 78000 બાંધકામોમાં માત્ર 544માં જ પ્લાન મૂકાયાω જેમાંથી માત્ર 233ને મંજૂરી મળી. લોકો પ્લાન મૂકતા કેમ નથી, અધિકારીઓ કમિશનરની નોટીસને ગણકારતાં નથી. જેના જવાબમાં કમિશનરે જણાવ્યું કે ઘણા કર્મચારીને ચાર્જશીટ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. બીયુસી વગરના બાંધકામમાં પાણી અને ડ્રેનેજ કનેક્શનો ન આપીએ તો કંટ્રોલ થશે. આ માટે તમે સંમત છોω. કમિશનરની આ ટકોરથી સદનમાં સન્નાટો છવાઇ ગયો હતો. આ અંગે મેયરે શાસક-વિપક્ષના તમામ સભ્યોને સંબોધતા જણાવ્યું કે તમામ પ્રતિનિધિઓ શું કરે છે તેની મને ખબર છેω પોતના ચહેરા આઇનામાં જોઇને કામ કરે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ