તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતના 2 ACPની બદલી, 5 નવા આવ્યા, 3 PIને બઢતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના ગૃહ ‌વિભાગ દ્વારા શુક્રવારે મોડી સાંજે 83 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોને ડીવાય.એસપીના પ્રમોશન આપી બદલીના હુકમ કર્યા છે. ડીવાયએસપી કક્ષાના 77ની પણ બદલી કરાઇ છે. સુરત શહેરની ક્રાઇમ બ્રાંચના બંને ઇન્સ્પેક્ટરો બી.એન.દવે અને પી.એલ.ચૌધરીના પણ પ્રમોશનના ઓર્ડર આવ્યા હતા. જેમાં બી.એન.દવેને સુરત શહેર એ-‌ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે. એ-‌ડિવીઝનના આર.એલ.સોલંકીની બદલી પેટલાદ-આણંદ ખાતે કરવામાં આવી છે. જ્યારે કતારગામ પી.આઇ બી.કે.રાઠોડને પણ પ્રમોશન આપીને વડોદરા ખાતે એસસી-એસટી સેલમાં ‌નિમણૂંક અપાતા હવે ક્રાઇમ બ્રાંચના બે ઇન્સ્પેક્ટરો અને કતારગામ પી.આઇની જગ્યા ખાલી પડી છે. સુરત શહેરના જુના જોગીઓ ‌વિનય શુક્લ, એલ.બી.પરમાર અને પી.જી.પટેલ પણ સુરતમાં પરત આવ્યા છે. ‌વિનય શુક્લને સ્પેશ્યલ બ્રાંચમાં મુકવામાં આવ્યા છે જ્યારે એલ.બી.પરમાર અને પી.જી.પટેલને ટ્રાફીક શાખાનો હવાલો આપવામાં આવ્યો છે. સાવરકુંડલાથી બદલીને RL માવાણીની વ્યારા ખાતે નિમણૂક થઇ છે જ્યારે અગાઉ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ગયેલા પી.કે.‌દિયોરાની ‌નિમણૂંક જી-‌ડિવીઝનના એસીપી તરીકે કરવામાં આવી છે. એ-‌ડિવીઝનના આર.એલ.સોલંકીની બદલી પેટલાદ થઇ છે. જ્યારે બી-‌ડિવીઝનના એસીપી એનસ.એસ.દેસાઇની બદલી એસસી.એસટી સેલ સુરત ખાતે કરાઇ છે. ગાંધીનગરથી બદલી થઇને આવેલા પી.એમ.પરમારને મદદનીશ ‌નિયામક એન્ટી કરપ્શન તરીકે કરવામાં આવી છે. પી.આઇ. અ‌‌નિરૂધ્ધ કેપ્ટનને બઢતી મળતા તેમને સીઆઇડી ક્રાઇમ સુરત રેન્જના એસીપી તરીકે ‌નિમણૂંક આપવામાં આવી છે. તો એસીબી,સુરત ખાતે ફરજ બજાવતા નિરવસિંહ ગોહીલને બઢતી સાથે મદદનીશ નિયામક-વડોદરામાં નિમણૂક અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...