તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સાહિત્ય અકાદમી દ્વારા ટૂંકીવાર્તા લેખન વર્કશોપ યોજાશે

સાહિત્ય અકાદમી દ્વારા ટૂંકીવાર્તા લેખન વર્કશોપ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાહિત્ય અકાદમી દ્વારા ટૂંકીવાર્તા લેખન વર્કશોપ યોજાશે

સિટી રિપોર્ટર @srt_cbનવોદિતસર્જકો વાર્તા લેખન એક્સપર્ટ પાસેથી શીખી શકે તેમજ જરૂરી માર્ગદર્શન મેળવી શકે માટે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા નવોદિત ટૂંકીવાર્તા લેખન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપ 17 થી 19 માર્ચ દરમિયાન સદગુરૂ ફાઉન્ડેશન, ચોસાલા ખાતે યોજાશે, જેમાં સુરતીમાંથી પણ એન્ટ્રીઓ મંગાવવામાં આવી છે. વર્કશોપમાં સર્જકો રાઘવજી માધડ પાસેથી વાર્તા લખતાં શીખી શકે છે. વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છતા સર્જકોએ પોતાનો પરિચય ફોટો અને પોતાની મૌલિક પ્રગટ કે અપ્રગટ કોઇ એક વાર્તા પ્રકાશન અધિકારી, ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર ભવન-17, ગાંધીનગર ખાતે 10મી માર્ચ સુધી મોકલી શકે છે. સર્જકોએ કવર ઉપર નવોદિત વાર્તાલેખન શિબિર લખવું જરૂરી છે. વર્કશોપ માટે પસંદ થનાર સર્જકોને ભાડું અને જમવાની વ્યવસ્થા અકાદમી દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...