• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - કોંગ્રેસને બદનામ કરવા માટે ભાજપે બસ સળગાવ્યાનો વિપક્ષનો આક્ષેપ

કોંગ્રેસને બદનામ કરવા માટે ભાજપે બસ સળગાવ્યાનો વિપક્ષનો આક્ષેપ

પાલિકાની સામાન્ય સભા | સોપારી આપે તેને સજા થાય તો સબ કોન્ટ્રાક્ટ આપનાર રણજીત બિલ્ડકોનને કેમ નહીં?

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:41 AM
Surat - કોંગ્રેસને બદનામ કરવા માટે ભાજપે બસ સળગાવ્યાનો વિપક્ષનો આક્ષેપ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|સુરત

પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીના અવસાનને પગલે મુલતવી રખાયેલી ઓગસ્ટ માસની સામાન્ય સભા પાલિકા ખાતે મળી હતી. તેમાં બીઆરટીએસની બસ સળગાવી કોંગ્રેસને ભેરવવાનો કારસો હોવાનું કહી બસ ભાજપે જ સળગાવી હોવાનો કોંગેસના દિનેશ કાછડિયાએ આક્ષેપ કરતાં સભામાં હોબાળો મચી ગયો મેયરે સસ્પેન્ડનું રૂલીંગ કર્યા બાદ મામલો શાંત થતાં રૂલિંગ પરત ખેંચ્યું પણ વિજય પાનસુરિયાએ બસ સળગાવવાની ઘટનામાં પાલિકાએ તપાસ કરવા માંગ કરી હતી. તો કેનાલ કોરિડોર પ્રોજેક્ટમાં ગેટ તૂટી પડતા બાળકીના મોતની દૂર્ઘટનામાં કોન્ટ્રાક્ટર રણજિત બિલ્ડકોનને ભાજપ છાવરવાનું બંધ કરી બ્લેક લીસ્ટ કરવા વિપક્ષે માંગણી કરી છે. ગત તારીખ 30 ઓગસ્ટના રોજ મુલતવી રહેલી સામાન્ય સભામાં પાર્કિંગ પર દબાણ હટાવવાનો, તુટેલા રસ્તા, સ્વાઈન ફ્લૂ વકરે છે, ગેરકાયદે બાંધકામ, નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા સહિતના મુદ્દા ચર્ચાયા હતાં. કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ભુપેન્દ્ર સોલંકી અને વિપક્ષ નેતા પપન તોગડિયાએ કેનાલ કોરિડોરમાં ગેટ તૂટી પડવાની ઘટના ભાજપ શાસકોને આડેહાથ લીધા હતાં. ભાજપ રણજિત બિલ્ડકોનને છાવરવાનું બંધ કરે અ્ને બ્લેક લીસ્ટ કરી બાકીના કામો અટકાવી દેવા જોઈએ. પાલિકાએ અરજી કરી હતી પરંતુ એફઆઈઆર દાખલ થઈ ન હતી. જ્યારે મર્ડર થાય છે ને સોપારી આપનાર સામે પોલીસ કાર્યવાહી કરે છે ઉપરાંત ગેટ પડવાની ઘટનામાં સબ કોન્ટ્રાક્ટર ભરતને રણજીત બિલ્ડકોને કામ આપ્યું હતુ.

સામાન્ય સભામાં કોંગ્રેસના દિનેશ કાછડિયાને સભામાંથી સસ્પેન્ડનું મેયરે રુલિંગ કરવા કહેતા ભારે હોબાળો મચ્યો હતો.

દિનેશ કાછડિયાને કહ્યું બળતરા થઈ હોય તો ફરિયાદ નોંધાવો...! : ડો. જગદીશ પટેલ

દિનેશ કાછડિયાએ કહ્યું હતું કે, કિરણચોકમાં બસ પડી હતી તો કોના આદેશથી બસ ફેરવવી પડી. માત્ર એફઆઈઆર કરી તેમાં 20-25 પાસના મળતિયા બસ હાઈજેક કરી લઈ ગયાં, તેમ દર્શાવી દેવાયું .પરંતુ માત્ર ને માત્ર કોંગ્રેસને બદનામ કરવા બસ કાઢવામાં આવી હતી. બસને રોંગ સાઈડે શું કામ લઈ જવાઈ તે સહિતના પ્રશ્નોનો હજી જવાબ નથી. બીજેપી એ જ બસ સળગાવી છે, તેમ કહેતાં સભામાં હોબાળો મચી ગયો હતો. મેયરે ડો.જગદીશ પટેલે દિનેશ કાછડિયાને કહી દીધું હતું કે, તમને બળતરા થઈ હોય તો ફરિયાદ નોંધાવો. જીભાજોડી થતાં મેયરે સભાગૃહમાંથી સસ્પેન્ડ કરવા રૂલિંગ કરી દીધું હતું. પરંતુ કાછડિયા બેસી જતાં બાદમાં રૂલિંગ પરત ખેંચી લીધું હતું. આ હોબાળામાં વિજય પાનસુરિયાએ માગ કરી કે પાલિકાએ પણ તપાસ કરી મારા પત્રનો સભામાં ખુલાસો કરવો જોઈએ.

આંજણા અને બોમ્બેમાર્કેટ-પુણા રોડની લાઈન દોરી દફ્તરે કરવા અંગે વિપક્ષે ખુલાસો માંગ્યો

બોમ્બે માર્કેટ પુણા રોડ ને સુરત-કડોદરા રોડ સાથે જોડતા રસ્તા પરની 24 મીટરની તથા આંજણા કેનાલ રોડ પર ના માર્ગ પર બ્રિજથી આંબેડકર નગર સુધીના રસ્તા પર 60 મીટર ની લાઈનદોરીની દરખાસ્તને સ્થાયી સમિતિમાં દફ્તરે કરી દેવાતાં વિપક્ષે બિલ્ડરોનો ફાયદો કરાવવા માટે નો ખેલ ગણાવી લોકહીત ને નેવે મુકાયુ હોવાનો આક્ષેપ કર્યો હતો. કમિશનરે ટ્રાફિકની ગંભીર બનતી જતી પરિસ્થિતિને ધ્યાને લઈ ને લાઈનદોરી મુકી હતી પરંતુ ભાજપ શાસકો આગામી લોકસભાની ચુંટણીઓ માટે મોટી રકમ માટે ઉદ્યોગપતિઓને સાચવવાની નીતિ જ છે.

X
Surat - કોંગ્રેસને બદનામ કરવા માટે ભાજપે બસ સળગાવ્યાનો વિપક્ષનો આક્ષેપ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App