પગાર ઘટાડા મુદ્દે હડતાળથી દસ્તાવેજ નોંધણી ખોરવાઇ

સરકારી કચેરીઓમાં આઉટ સોર્સિંગથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સુરત સબ રજીસ્ટ્રાર તેમજ તાલુકા કક્ષાએ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:41 AM
Surat - પગાર ઘટાડા મુદ્દે હડતાળથી દસ્તાવેજ નોંધણી ખોરવાઇ
સરકારી કચેરીઓમાં આઉટ સોર્સિંગથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સુરત સબ રજીસ્ટ્રાર તેમજ તાલુકા કક્ષાએ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ અગાઉ જીઆઇએલ કંપનીને આપવામાં આવ્યો હતો. આ કંપનીના 120 જેટલા કર્મચારીઓમાંથી 85 કર્મચારીઓ સુરત બહુમાળી સ્થિત રજીસ્ટ્રારની કચેરી (આઇ.આર)માં ફરજ બજાવતા હતા. જોકે, આ કંપનીનો કોન્ટ્રાક્ટ પુરો થતાં અમદાવાદની સિલ્વર ટચ કંપનીને નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કંપનીને તા.10મી સપ્ટેમ્બર એટલેકે ગઇકાલથી કામ સંભાળ્યું હતું. કંપનીએ જુના જ કર્મચારીઓને નોકરી પર ચાલુ રાખ્યા હતા.જોકે,કહેવાય છેકે,તેમાંથી પાંચ છ જેટલા ને છુટા કરી દેવામાં આવ્યા હતા. મંગળવારે સવારે કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓ રાબેતા મૂજબ આવ્યા હતા. અને પોતાના કામે લાગી ગયા હતા. ત્યારબાદ નવી કંપની રૂ.11હજારને બદલે માત્ર 5 હજાર જ પગાર આપવાની હોવાની વાત પ્રસરતા કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. અને પુરો પગાર તથા છુટા કરેલા કર્મચારીને પરત લેવાની માંગણી કરી હતી. જેના કારણે દસ્તાવેજ નોંધણીનું કામ ખોરંભે પડ્યું હતું.

X
Surat - પગાર ઘટાડા મુદ્દે હડતાળથી દસ્તાવેજ નોંધણી ખોરવાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App