• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - પાલિકા | શૈક્ષણિક સંસ્થા ફરતે તમાકુ વેચનાર 231 સંસ્થાને દંડ ફટકારાયો

પાલિકા | શૈક્ષણિક સંસ્થા ફરતે તમાકુ વેચનાર 231 સંસ્થાને દંડ ફટકારાયો

યુટિલિટી ન્યૂઝ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:41 AM
Surat - પાલિકા | શૈક્ષણિક સંસ્થા ફરતે તમાકુ વેચનાર 231 સંસ્થાને દંડ ફટકારાયો
સુરત | પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઝોનમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓની ફરતે 100 વારની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ પ્રોડક્ટસ વેચાણ કરતાં ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં કુલ 591 સંસ્થામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 231 સંસ્થાઓ દ્વારા તમાકુ વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેથી પાલિકાએ આ સંસ્થાઓને રૂા.32400નો દંડ કર્યો હતો. સૌથી વધુ વરાછા ઝોનમાં 58 સંસ્થાને દંડ કરવામાં આવ્યો છે.

આરોગ્ય | પાલનપુર અર્બન હેલ્થ સેન્ટરમાં નિ:શુલ્ક મેડીકલ કેમ્પ

સુરત | શહેરીજનોનું આરોગ્ય જળવાઇ રહે તે હેતુસર સુરત મહાનગર પાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં નિ:શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે 2018નો દસમો મેડિકલ કેમ્પ 15 સપ્ટેમ્બરને શનિવારના રોજ પાલનપુર અર્બન હેલ્થ સેન્ટર, સંતતુકારામ સોસાયટી સામે પાલનપુર જકાતનાકા ખાતે કરવામાં આવનાર છે. મેડિકલ કેમ્પમાં સ્મીમેર હોસ્પિટલના બાળરોગ, સ્ત્રીરોગ, આંખ, ચામડીના રોગનાં નિષ્ણાંત, ફિઝિશીયન તથા સર્જન દ્વારા દર્દીઓનું નિદાન કરી સારવાર કરવામાં આવશે.

વિરોધ | ભાંડૂતમાં ડમ્પિંગ સાઇટ શરૂ કરવા સામે 16મીએ સભા

સુરત | ઓલપાડના ભાંડુતની સરકારી ગૌચરણની જમીનમાં સુરત શહેરી વિસ્તારનો ગંદો એઠવાડ ઠાલવવાના નિર્ણયનું ભૂત ફરી ધૂણતાં કાંઠા વિસ્તારના ગ્રામજનો રાજ્ય સરકાર સામે ફરી લાલ ધૂમ થયા છે. આ સમિતિ મારફત તા. ૧૬મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૪.00 કલાકે અસરગ્રસ્ત ભાંડુત ગામના ક્રિકેટ મેદાનમાં આગામી રણનીતિ નક્કી કરવા એક મિટિંગનું આયોજન કર્યું છે. આ મિટીંગમાં ખેડૂત સમાજના નેતાઓ, ઓલપાડ ગ્રામ પંચાયત પરિષદના નેતાઓ, પર્યાવરણ નિષ્ણાતો અને વોટર બ્રેકર્સના હોદ્દેદારો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપનાર હોવાથી તાલુકાના સરપંચો, કાંઠા વિસ્તારની પ્રજાજનોને વિશાળ સંખ્યામાં હાજર રહેવા સમિતિ તરફથી અપીલ કરવામાં આવી છે.

X
Surat - પાલિકા | શૈક્ષણિક સંસ્થા ફરતે તમાકુ વેચનાર 231 સંસ્થાને દંડ ફટકારાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App