Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - બાળક માટે જેના મુખે ઝરતી મીઠી વાણી રે, આંખોમાં અમૃત વરસેને મમતાની સરવાણી

બાળક માટે જેના મુખે ઝરતી મીઠી વાણી રે, આંખોમાં અમૃત વરસેને મમતાની સરવાણી

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:41 AM

અખિલ હિંદ મહિલા પરિષદ બૃહદ શાખાના વાચક મંચ દ્વારા કવિ સંમેલન યોજાયું સુરત | અખિલ હિંદ મહિલા પરિષદ બૃહદ...

  • Surat - બાળક માટે જેના મુખે ઝરતી મીઠી વાણી રે, આંખોમાં અમૃત વરસેને મમતાની સરવાણી
    બે ખભે ભણતર ઉપાડે બાળકો,

    હાથમાં મોબાઈલો ને ટેબલેટ,

    પોતપોતાને રમાડે ટેબલેટ.

    પ્રશાંત સોમાણી



    છું સર્વ શક્તિમાનની સામે વિવશ અને

    ગુરૂજીએ કાનમાં કહ્યું કે, તું ય તે જ છે.

    પંકજ વખારિયા



    એક ચકલીની પાંખ ફુલસ્પિડમાં ફરતાં પંખાની સાથે અથડાઈ ત્યાં તો ચારબાજૂ પીછાં ઉડ્યાં, હજૂ પણ ક્યારેક ચકલીનું ચિત્ર દોરું છું ત્યારે એ ચકલીના પાંખનો ફફડાટ મારી આંગળીઓમાં અનુભવાય છે.

    મહેશ દાવડકર

    બાળક માટે જેના મુખે ઝરતી મીઠી વાણી રે,

    આંખોમાં અમૃત વરસેને મમતાની સરવાણી રે.

    નૈષધ મકવાણા



    એવા ગુરૂ મળ્યા મને જેનો છે લગાવ

    જે દ્રષ્ટિપાત માત્રથી જન્માવે પ્રેમભાવ.

    હરીશ ઠક્કર



    બોર્ડ પર દોર્યા અમે જે મોર પોપટ આભ વન,

    સાથે સૌને લઈ જવાનું કાશ સહેલું હોત તોω

    એક ઈચ્છા બાળપણની સોળ થઈ ઉઠશે કદીક,

    સરની સોટી ખાળવાનું કાશ સહેલું હોય તોω

    પ્રજ્ઞા વશી

    પાકા રસ્તા નીચે ઘરબાઈ ગયેલી ધૂળમાં બચી ગયેલાં મારા કોઈ કોઈ મૂળને ફંફોસતી છેવટે દરવાજાની બહાર નવા ચમકદાર અક્ષરે ચિતરાયેલાં શાળાનાં નામને ફરી ફરી તકતાં વાચું છું. અહી એકવાર હું હતી.

    રીના મહેતા



    વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

    આ બીજ ગણિતને ભૂમિતિમાં આવે છે કંટાળો,

    પૂછોના બસ એક મીટરનાં થાય કેટલાં ફુટω

    વાદળની ટાંકીના કહો તો દઈ દઈએ ઘનફુટ

    આ સ્કેવરફૂટને ક્યુબરૂટમાં બહુ થાય ગોટાળો

    ગોરાંગ ઠાકર

    આચાર્યબેને મિટિંગ બોલાવી પૂછ્યું..પ્રશ્નપત્રના માળખામાં કોઈએ કોઈ ફેરફાર કરાવવો છે.ω મેં કહ્યું ખાળી જગ્યાઓવાળો પ્રશ્ન કાઢી નાંખો’ આચાર્યબેને મારી સામે જોયું. મને એમની આંખોમાં દેખાયા અનેક પ્રશ્નાર્થો અને એ પ્રશ્નાર્થોની પાછળ અનંત ખાલી જગ્યાઓ..!

    કિરણસિંહ ચૌહાણ



    પરીક્ષાઓ તો એટલી છે કે,

    સ્ટુડન્ટને ઘરે બોલાવીએ,

    તો જ ઘર ચાલે! હું રાષ્ટ્રનો નિર્માતા છું.

    મને નિર્માણી જવાબદારી સોંપાઈ છે.

    મને નિર્વાણનું નિમિત્તના બનાવો પ્લિઝ.!

    રવિન્દ્ર પારેખ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ