• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - બલુનનો ટાવર બનાવીને કોર્પોરેટ્સ શીખ્યા લિડરશિપ અને ટીમ બિલ્ડીંગ

બલુનનો ટાવર બનાવીને કોર્પોરેટ્સ શીખ્યા લિડરશિપ અને ટીમ બિલ્ડીંગ

ટીમ બિલ્ડિંગ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:41 AM
Surat - બલુનનો ટાવર બનાવીને કોર્પોરેટ્સ શીખ્યા લિડરશિપ અને ટીમ બિલ્ડીંગ
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

‘આજની તારીખમાં કોઈ પણ કંપનીમાં એમની ટીમ જ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. કારણ કે, ટીમના કારણે જ કંપની સફળ અથ‌વા અસફળ થાય છે અને કોઈ પણ કંપનીમાં એમની ટીમ સમજીને એક સાથે કામ કરે અને કંપીનીનો હેતુ સિદ્ધ કરે એ અગત્યનું હોય છે. ’ ટીમ બિલ્ડિંગ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વાત કિસન પટેલે કહી હતી. સાથે જ વિવિધ એક્ટવિટી અને ગેમ્સ દ્વારા ટીમ બિલ્ડિંગનું મહત્વ સમજાવ્યું હતું. સુરતીઓ ટીમ બિલ્ડીંગ વિશે પ્રેક્ટિકલીજાણી શકે એ માટે વિવિધ એક્ટિવિટી પણ કરાવવામાં આવી હતી. આ સાથે ટાસ્ક આપવામાં આવ્યા હતાં,

ટીમનું સંતુલન બને તે માટે કંપની ટ્રેનિંગ કરાવે છે

કિસન પટેલ | એક ટીમમાં અલગ અલગ પ્રકારના લોકો એક સાથે કામ કરતાં હોય છે અને એમના વચ્ચે ઈગો, મિસ કોમ્યુનિકેશન, લઘુતાગ્રંથી, પોલિટિક્સ, પક્ષપાત, જેવી બાબતોના કારણે ટીમનું સંતુલન બગડતું હોય છે. કારણ કે, એ ટીમમાં અલગ અલગ શૈક્ષણિક લાયકાત, અનુભવ, ભાષા બેકગ્રાઉન્ડના લોકો સામેલ હોય છે. આવી ટીમને એક સાથે કંપનીનાં હેતુને સિદ્ધ કરવા માટે ઘણીવાર કંપનીઝ ટ્રેનિંગ કરાવતી હોય છે. જેથી ટીમનો સંતુલન સારું રહે.

બલૂન ટાવર

(એક્ટિવીટી)

આ એક્ટિવિટી ગેમમાં ચાર ટીમ બનાવવામાં આવી હતી. તેમને બલુન આપવામાં આવ્યા હતાં અને તેમાંથી ટેપપટ્ટીની મદદથી બલૂન ટાવર બનાવવાનો હતો.બલૂન ટાવર ગેમ્સ દ્વારા લીડરશીપ, ક્વોલિટી, ટીમ બિલ્ડિંગ, નિર્ણય શક્તિ, ગ્રુપ ડેડીકેશન, કોમ્યુનિકેશન અને ઈન્ટર પર્સનલ સ્કિલ વિશે શીખી શકાય છે.

X
Surat - બલુનનો ટાવર બનાવીને કોર્પોરેટ્સ શીખ્યા લિડરશિપ અને ટીમ બિલ્ડીંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App