તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડપલાં કરનાર કિશોરને સમાજ સેવાની સજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ 2017માં અડપલા કરતા પકડાયેલા એક કિશોરને કતારગામ ખાતે આવેલાં વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં રોજના ત્રણ કલાક લેખે કુલ 20 કલાક અને પાલ ખાતેના મોઢેશ્વરી ટ્રસ્ટના વૃદ્વાશ્રમમાં પણ રોજના 3 કલાક લેખે કુલ 20 કલાક લેખે સમાજ સેવા આપવાનો જુવેનાઇલ બોર્ડ દ્વારા હુકમ કરાયો હતો. ચુકાદામાં બોર્ડે નોંધ્યુ હતુ કે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર રીઢા ગુનેગાર નથી. સજા અંગે ઉદારતા દાખવવામાં આવશે તો તેનો દુરુપયોગ કરશે તેવું જણાતુ નથી. આ ઉપરાંત બોર્ડે કિશોરના વાલીને રૂપિયા પાંચ હજાર બાળ કલ્યાણ ફંડમાં દંડ રૂપે જમા કરાવવા અને જો રકમ જમા ન થાય તો તેવા સંજોગોમાં કિશોરને વધુ 15 દિવસ જુવેનાઇલ હોમમાં રાખવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે એપીપી ધાસુરાએ દલીલ કરી હતી. 26મી ફેબ્રુઆરી, 2017ના રોજ સાત વર્ષની બાળકી દુકાનમાં પેપ્સી લેવા માટે ગઈ હતી ત્યારે કિશોરે બાળકીના ગુપ્તાંગ સાથે અડપલાં કર્યા હતા.

જુવેનાઇલ બોર્ડે કિશોરના કેસમાં શું નોંધ્યું
જુવેનાઇલ વિરૂધ્ધની જે ગુનાહિત આક્ષેપ પુરવાર થયેલા છે તે પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને નજર અંદાજ કરવામા આવે તો સમાજમાં વિપરિત અસર પડી શકે. કિશોરને સમાજમાં પુન:સ્થાપન થાય તે જોવું આવશ્યક છે. જુવેનાઇલ ભવિષ્યમાં કોઇ ગુનો ન કરે અને વ્યવસ્થિત નાગરિક બની શકે તે જોવું પણ હાલના તબક્કે જરૂરી જણાય છે. જુવેનાઇલે બહારની વ્યક્તિને કેવી નજરે જોવું તેમજ સ્ત્રી-પુરુષ સાથે કયા પ્રકારનો વ્યવહાર કરવો કે વાતચીત કરવી તેની સમજ આપી સભાન કરવા પણ આ તબક્કે જરૂરી જણાય છે.

જુવેનાઇલ બોર્ડનો હુકમ : મર્યાદામાં સેવા મેળવવી
જુવેનાઇલના વાલીએ જુવેનાઇલ બે વર્ષ સુધી સુલેહ શાંતિનો ભંગ ન કરે તેમજ સારૂ વર્તણૂક રાખવાની શરતે વાલીએ જામીન રજૂ કરવા

જુવેનાઇલની માન-મર્યાદા જળવાઈ રહે એ રીતે સેવા મેળવવી.

અન્ય સમાચારો પણ છે...