લિવ-ઇન સંબંધોથી જન્મેલી પુત્રી માટે મહિને 5 હજાર ચૂકવવા હુકમ

Surat - લિવ-ઇન સંબંધોથી જન્મેલી પુત્રી માટે મહિને 5 હજાર ચૂકવવા હુકમ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:41 AM IST
લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાને તે સંબંધથી જન્મેલી પુત્રી માટે માંગેલા ભરપોષણ ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે. જોકે તે મહિલાના અન્ય પુરૂષ સાથે વિવાહીત સંબંધથી જોડાયેલી હોઇ માટે તેને ભરણપોષણ નહી આપવા કોર્ટે ચુકાદો આપ્યો છે.

વેસુમાં રહેતી એક મહિલા સપ્ટેમ્બર 2011થી મુંબઈના એક વ્યકિત સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. રિલેશનશિપ દરમ્યાન વર્ષ 2012માં પુત્રીનો જન્મ થયો હતો. બાદ રિલેશનશિપનો અંત આવ્યો હતો. જેથી મહિલાએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અરજી કરી હતી. પોતાની તથા પુત્રી માટે માસિક ધોરણે રૂ.2.50 લાખની માંગણી કરી હતી.જેની સામે કેસની કાર્યવાહીના વચગાળાના હુકમથી કોર્ટે મહિલાને રૂ.8 હજાર અને પુત્રીને રૂ.4 હજાર ચૂકવવા જણાવ્યું હતું. લિવ-ઇન દરમ્યાન મહિલા અન્ય પુરૂષ સાથે વિવાહ સંબંધથી જોડાયેલી હતી. જેથી બન્ને વચ્ચે કાયદેસર રીતે લગ્ન સંબંધ ઉદભવી શકે નહીં. વગેરે દલીલો પુરાવા સહીત સાબિત કરી હતી. ફેમિલી કોર્ટે અરજદાર કાયદેસરની પત્ની ન હોવાથી ભરણપોષણ આપવાનો ઇન્કાર કર્યો હતો. ઉપરાંત પુત્રીને દર મહિને રૂ. 5 હજાર ચૂકવવા હુકમ કર્યો છે.

X
Surat - લિવ-ઇન સંબંધોથી જન્મેલી પુત્રી માટે મહિને 5 હજાર ચૂકવવા હુકમ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી