ડીઇઓએ તમામ લઘુમતિ શાળા પાસે લઘુમતિનું સ્ટેટસ માંગ્યું

Surat - ડીઇઓએ તમામ લઘુમતિ શાળા પાસે લઘુમતિનું સ્ટેટસ માંગ્યું

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:40 AM IST
હાઇકોર્ટના ચૂકાદા બાદ આરટીઇ હેઠળ શહેર અને જીલ્લાની ગ્રાન્ટેડ લઘુમતિ શાળાઓ પાસેથી માહિતી મંગાવવામાં આવી છે.

મંગળવારે જીલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કરેલા પરિપત્રમાં એમ લખાયું છે કે, શહેર અને જીલ્લાની ગ્રાન્ટેડ લઘુમતિ શાળાઓએ 31 ઓગષ્ટ સુધીમાં લઘુમતી સ્ટેટસ રજૂ કરવાનું રહેશે. જેમાં ટ્રસ્ટની વિગત, શાળાનું માધ્યમ, લઘુમતીનો દરજ્જો કઇ કચેરી દ્વારા આપવામાં આવ્યો છે વગેરે જેવી માહિતી આપવાની રહેશે. શાળા કઇ ધાર્મિક કે ભાષાકીય રીતે લઘુમતીનું સ્ટેટસ ધરાવે છે તેની પણ માહિતી આપવાની રહેશે.

નોંધનીય છે કે લઘુમતીનો દરજ્જાના નામે કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી નથી. હતી જેને કારણે મામલો ગરમાયો હતો.

X
Surat - ડીઇઓએ તમામ લઘુમતિ શાળા પાસે લઘુમતિનું સ્ટેટસ માંગ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી