Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - 5 માસ પૂર્વેની અરજીમાં 16 બિલ્ડરોનાં નામ હતા તે પોલીસે FIRમાં જ ન નોંધ્યાં

5 માસ પૂર્વેની અરજીમાં 16 બિલ્ડરોનાં નામ હતા તે પોલીસે FIRમાં જ ન નોંધ્યાં

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:40 AM

અમરોલીના હીરા મેનેજરના ખાતામાં 10 કરોડ જમા કરાવ્યા હતા

  • Surat - 5 માસ પૂર્વેની અરજીમાં 16 બિલ્ડરોનાં નામ હતા તે પોલીસે FIRમાં જ ન નોંધ્યાં
    અમરોલીનામાં રહેતા હીરાના એક કારખાનામાં હીરાના ચેકિંગ મેનેજર તરીકે કામ કરતા વિપુલભાઈ બળદેવભાઈ પટેલે ગઈ તા.14-5-18ના રોજ અઠવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને એક અરજી કરી હતી. જેમાં તેમના નામનું બોગસ એકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયામાં ખોલાવી નાનાપુરાના એક સીએ મારફતે શહેરના અલગ અલગ 16 જેટલા મોટા ગજાના બિલ્ડરોએ છેલ્લાં દસ વર્ષમાં રૂ. 10 કરોડ જમા કરાવી આરટીજીએસથી ઉપાડી લીધા છે. ITએ રૂ 75 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. આ અરજીમાં નાનપુરાના સીએનું પણ નામ હતું અને શહેરના 16 બિલ્ડરોનાં નામ પણ હતાં. 5 માસ સુધી પોલીસે એવી તપાસ કરી તે તપાસના અંતે આ તમામનાં નામો એફઆઈઆરમાં નોંધ્યાં નહીં!

    કૌભાંડ આ રીતે થયું

    વર્ષ 2006માં તેમણે લોન લીધી હોઇ તે વખતે બેંકના કાયદા જુદા હતા. તે વખતે આધારકાર્ડનું લીંક કરાવવું ફરજિયાત ન હતું. જેના કારણે શક્યતા છે કે, તેમના પાનકાર્ડનો ઉપયોગ કરી તેમના બેંકના ખાતાનો ઉપયોગ કરીને વ્યવહાર કરાયા હોઇ શકે છે. રમાકાંત ગુપ્તા, સી.એ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending