ડો. દોશીની પત્ની ડો.મિત્સુ આજે પોલીસમાં હાજર થશે

ડો. દોશીનું દુષ્કર્મ પ્રકરણ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:40 AM
Surat - ડો. દોશીની પત્ની ડો.મિત્સુ આજે પોલીસમાં હાજર થશે
ક્રાઇમ રિપોર્ટર. સુરત | કતારગામની પરિણીતા પર બળાત્કાર ગુજારવાનો ગુનો જેની સામે નોંધાયો છે તે ડો. પ્રફુલ્લ દોશી પોલીસની ધરપકડ ખાળવા ચાર દિવસ સુધી નાસતો ફરતો રહ્યો હતો. આ સમયગાળામાં તે મુંબઈ અને નવસારીમાં રહ્યો હોવાની તેણે કબૂલાત કરતા પોલીસની એક ટીમે ડો. દોશીને સાથે રાખી મુંબઈ અને નવસારીમાં તપાસ કરી હતી.

ડો. દોશી જ્યાં જ્યાં રોકાયો ત્યાં વ્યવસ્થા કરી દેનારાનાં શહેર પોલીસે નિવેદન લીધાં

નાનપુરામાં આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડો. પ્રફુલ્લ દોશી સામે કતારગામની એક પરિણીતાએ અઠવા લાઇન્સ પોલીસ મથકમાં તા. 4-9-18ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાને સંતાનસુખ પ્રાપ્ત ન થતું હોવાથી તે ડો. દોશીની સારવાર કરાવી રહી હતી. તે સમયે તબીબે દુષ્કર્મ આચર્યું હતું.

ચાર દિવસના અંતે ડો. પ્રફુલ્લ દોશી સામેથી પોલીસ સમક્ષ હાજર થયો હતો.

જેનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તે જ્યાં જ્યાં રોકાયો હતો તેની તપાસ પોલીસે કરી હતી. મુંબઈ અને નવસારીમાં તે રોકાયો ત્યાં પોલીસે પહોંચી જઈ ડો. દોશીને રહેવા માટે વ્યવસ્થા કરી આપનારી વ્યક્તિનાં પોલીસે નિવેદનો લીધાં હતાં.

પત્ની ડો. મિત્સુ દોશી પણ તા.4થી ગાયબ હતી

ડો. પ્રફુલ્લ દોશીની પત્ની ડો. મિત્સુ દોશી પણ તા. 4-9-18થી ગાયબ હતી. એટલે કે ગુનો નોંધાયા બાદ ડો. દોશી દંપતી ભૂગર્ભમાં જતું રહ્યું હતું. તેવા સંજોગોમાં ડો. મિત્સુ દોશીનું નિવેદન લેવું પણ પોલીસ માટે જરૂરી જણાતા પોલીસે તેને નિવેદન આપવા માટે બોલાવી હતી. એક દિવસ પોતે બિમાર હોવાનું કહી આવી ન હતી. જે સંભવત: આવતી કાલ તા. 12મીએ પોલીસ સમક્ષ હાજર થઈ પોતાનું નિવેદન નોંધાવશે.

રાજ્યના તમામ કલેક્ટરને આજે આવેદન પત્ર અપાશે | પ્રજાપતિ સમાજનાં જેટલાં પણ મહિલા મંડળો છે તે તમામ મહિલા મંડળોની આગેવાનીમાં આવતી કાલ તા. 12મીએ રાજ્યભરમાં તમામ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. જેમાં સમાજમાં જાગૃતિ ફેલાઈ એ અંગેની રજૂઆત કરવામાં આવશે.

ડો. પ્રફુલ્લ દોશીને સાથે રાખી પોલીસે મુંબઈ-નવસારીની જગ્યાઓ પર તપાસ કરી

X
Surat - ડો. દોશીની પત્ની ડો.મિત્સુ આજે પોલીસમાં હાજર થશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App