તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ભેસ્તાનમાં યુનિફોર્મની ટાઈ નહીં પહેરી આવતાં શિક્ષકે ખેંચી, વિદ્યાર્થી બેભાન

ભેસ્તાનમાં યુનિફોર્મની ટાઈ નહીં પહેરી આવતાં શિક્ષકે ખેંચી, વિદ્યાર્થી બેભાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેસ્તાનના ઉનપાટિયા હિદાયત નગરમાં રહેતો 16 વર્ષીય અરબાઝ ખાન શ્રી કૈલાશ માનસ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે.શુક્રવારે અરબાઝ પોતાના કોઈક પરિજનની ટાઈ પહેરીને સ્કૂલે પહોંચ્યો હતો.કલાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ વચ્ચે અરબાઝની ટાઈ જોતા શિક્ષક રાહુલ મેનનનો પિત્તો ગયો હતો અને રબાઝની ટાઈ ખેંચી કાઢવા પ્રયાસ કર્યો હતો. ટાઈ ખેંચવાને લીધે અરબાઝનો શ્વાસ રૂંધાતા બેભાન થઇ ગયો હતો.જોકે સ્કૂલ તંત્ર દ્વારા તત્ત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવાયો હતો અરબાઝના પરિવારજનોએ આ મામલે સ્કૂલ શિક્ષક વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી.જોકે આ મામલે શિક્ષકે બચાવ કર્યો હતો કે અકસ્માતે ઘટના બની ગઈ છે મેં મારા વિદ્યાર્થી સાથે ઈરાદાપૂર્વક આવું વર્તન નથી કર્યું ટ્રસ્ટી પંકજ પટેલે જણાવ્યું હતું કે પોલીસમાં અરજી કરવી ન કરવી એ વાલીના અધિકારનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...