તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat \"ભારતીય સંસ્કૃતિ ઉદાર છે તેનું વિવેકાનંદે વિશ્વને ભાન કરાવ્યું\'

\"ભારતીય સંસ્કૃતિ ઉદાર છે તેનું વિવેકાનંદે વિશ્વને ભાન કરાવ્યું\'

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથમાં સાચા શ્રાવકના 21 લક્ષણો દર્શાવ્યા છે. શ્રાવકના શબ્દો તેની વાણી કે કષાય રાગ નીકળે એવી ન હોવી જોઈએ. તમે કેવા શબ્દો વાપરો તેના પર આ બધો આધાર છે. કુંભાર, પ્રજાપતિ, ખેડૂત અને સુથાર સમાજ વિશ્વકર્માના વંશજો અન્નદાતા જેવા છે. ગણિ આનંદચંદ્રસાગરે આ શબ્દો ઘોડદોડ રોડ જૈન સંઘમાં કહ્યાં હતા.

શુક્રવારે ઘોડદોડ રોડ જૈન સંઘમાં ગણિ આનંદચંદ્રસાગરની નિશ્રામાં સંયમસુવાસ યાત્રા સ્મિતા પાર્ક એપાર્ટમેન્ટ પહોંચી હતી. આ પ્રસંગે તેમણે શ્રાવકોને બોધ આપતા કહ્યું કે સ્વામી વિવેકાનંદે વિદેશમાં પ્રવચન શરૂ કરતા પહેલા કહ્યું કે માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. ત્યારે વિદેશના લાખો લોકોને ખબર પડી કે ભારતની સંસ્કૃતિ કેટલી વિશાળ છે. ઉદાર ચરિત્રવાળી આ સંસ્કૃતિમાં વસુધૈવ કુંટુંબકમની ભાવના છે. આજે હું સિવાય આગળ વિચારવાની શક્તિ જ નથી રહી. આપણે ક્યાં જીતીએ અને શું મળે તેના પર સૌની નજર છે. આ બધામાંથી નીકળવું હોય તો બીજાને બદલવાને બદલે પોતાની જાતને બદલો.

અન્ય સમાચારો પણ છે...