પાલિકાના નિદાન કેમ્પમાં 706 લોકો જોડાયા

સુરત : મહાનગર પાલિકા દ્વારા જુદા જુદા ઝોનમાં આરોગ્ય નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.જે મુજબ તા. 8-9-2018 નાના...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:40 AM
Surat - પાલિકાના નિદાન કેમ્પમાં 706 લોકો જોડાયા
સુરત : મહાનગર પાલિકા દ્વારા જુદા જુદા ઝોનમાં આરોગ્ય નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.જે મુજબ તા. 8-9-2018 નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર લુહાર ફળિયા ખાતે દિપ પ્રાગટ્ય કરી કેમ્પનો આરંભ કરાયો હતો. આ કેમ્પમાં સ્મીમેર મેડીકલ કોલેજના વિવિધ તજજ્ઞોએ તબીબી નિદાન કરી સારવાર આપી હતી. મેડીકલ કેમ્પમાં નાના વરાછા શહેરી આરોગ્ય કેન્દ્રની આસપાસના વિસ્તારના કુલ 706 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં ફિઝીશ્યન દ્વારા 199, સર્જન દ્વારા 22, બાળરોગ નિષ્ણાંત દ્વારા 45, સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા 41, ચામડીનાં નિષ્ણાંત દ્વારા 138, આંખના નિષ્ણાંત દ્વારા 187, મેડીકલ ઓફિસર દ્વારા 74 દર્દીઓને તપાસવામાં આવ્યાં હતાં. આગામી વિનામૂલ્યે નિદાન સારવાર કેમ્પનું આયોજન તા. 15-9-2018 પાલનપુર શહેરી આરોગ્ય કેમદ્ર ખાતે રાખવામાં આવ્યો છે.

X
Surat - પાલિકાના નિદાન કેમ્પમાં 706 લોકો જોડાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App