તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat બાળકોની માનસિકતા વિકારોની ગંદકીથી ખદબદી રહી છે ઃ પંન્યાસ પદ્મદર્શનવિજય

બાળકોની માનસિકતા વિકારોની ગંદકીથી ખદબદી રહી છે ઃ પંન્યાસ પદ્મદર્શનવિજય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમની સંસ્કૃતિની આંધીની અસર આજના બાળકોના માનસિકતા પર થઈ રહી છે. મૂલ્યો અને મર્યાદાઓના દેશમાં કોર્ટના ચુકાદાએ બળતામાં ગી હોમ્યું છે. આજે બની રહેલી ઘટનાઓ બાળકો અને યુવાનોની બદલાયેલી માનસિકતા છે. પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે આ શબ્દો ત્રિકમનગર સંઘમાં કહ્યાં હતા.

ત્રિકમનગર જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે આજની શિક્ષણ પદ્ધતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે બનેલી ઘટનાઓમાં યુવાનોને આગળ આવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે મૂલ્યો અને મર્યાદાના દેશમાં બંને તત્વોનો નાશ થઈ રહ્યો છે. સ્વતંત્રતા સ્વછંદતા બની રહી છે. ધર્મસત્તાને આધીન રાજસત્તાને બદલે રાજસત્તાને આધીન ધર્મસત્તા થઈ ગઈ છે. નહીં તો આદર્શોના દેશમાં કોર્ટના આવા ચુકાદા ન આવે. ધર્મહીન લોકો કંઈપણ બોલી શકે છે. આવું બધુ ચલાવી શકાય નહીં. સંબંધોમાં પવિત્રતા નથી રહી. કોના પર વિશ્વાસ મુકવો તે ખબર નથી પડતી. વ્યભિચારની વ્યાખ્યા પણ હવે તો ટુંકી પડી રહી છે, એ હદે લોકોના વર્તન બદલાયા છે. માતા-પિતાએ સંતાનને શાળામાં મુકતાની સાથે મિત્ર વર્તુળની જાસૂસી કરવી પડે તેવા દિવસો આવ્યા છે. ઇન્ટરનેટ અને મોબાઈલ પર કંટ્રોલ કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...