• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat ત્રિસ્તુતિક જૈન સંઘમાં આજે 800 જેટલા તપસ્વીઓની સાંઝી, શોભાયાત્રા નીકળી

ત્રિસ્તુતિક જૈન સંઘમાં આજે 800 જેટલા તપસ્વીઓની સાંઝી, શોભાયાત્રા નીકળી

Surat - ત્રિસ્તુતિક જૈન સંઘમાં આજે 800 જેટલા તપસ્વીઓની સાંઝી, શોભાયાત્રા નીકળી

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:40 AM IST
શહેરના ત્રિસ્તુતિક જૈન સંઘના સાધ્વી અનંતદ્રષ્ટાશ્રી અને મયૂરકલાશ્રીના સાંનિધ્યમાં પાલની ગુરૂરામ પાવનભૂમિમાં 700 જેટલાં તપસ્વીઓ એકત્રિત થશે. તેમાં 234 સિદ્ધિતપના, 50 માસક્ષમણ, 65 સોળ ઉપવાસ, 100 દસ ઉપવાસ, 250થી વધુ અઠ્ઠાઈ તપની આરાધનાના તપસ્વીઓ છે. તેમાં એક જ સંઘના અને એક જ ગામના 234 સિદ્ધિતપના તપસ્વીઓનો રેકોર્ડ સર્જાયો છે. આ તમામની સાંઝીનો કાર્યક્રમ આજે બુધવારે યોજાશે.

શહેરના ત્રિસ્તુતિક જૈન સંઘમાં ગચ્છાધિપતિ આચાર્ય જયંતસેનસૂરિ મહારાજના શિષ્ય અને આચાર્ય નિત્યસેનસૂરિ મહારાજના આજ્ઞાનુવર્તીની સાધ્વી અનંતદ્રષ્ટા અને મયૂરકલાશ્રીના સાંનિધ્યમાં ચાતુર્માસની આરાધના કરાઈ છે. આ દરમિયાન સિદ્ધિતપ, માસક્ષમણ, સોળ ઉપવાસ, દસ ઉપવાસ અને અઠ્ઠાઈ તપની આરાધનાઓ કરાઈ છે. આચાર્ય જયંતસેનસૂરિના શિષ્યોનો શહેરનો આ એકમાત્ર સંઘ એવો છે, જેમાં એક જ ગામના વિવિધ તપના 800 તપસ્વીઓ આજે પાલની ગુરૂરામ પાવનભમિમાં એકત્ર થશે. આ તપસ્વીઓમાંથી 350 કરતા વધુ તપસ્વીઓની મંગળવારે 45 બગીમાં શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં 4 હજારથી વધુ શ્રાવકોએ તપસ્વીઓને વધાવ્યા હતા. તેની સાથે સાધ્વીજી મહારાજની નિશ્રામાં તેમના પૂજણાં કરાયા હતા. બુધવારે તેમની સાંઝીનો કાર્યક્રમ બપોરે 2 કલાકે રાજરાજેન્દ્ર જયંતસેન હોલમાં શરૂ થશે. કાલે બપોરે તમામ તપના તપસ્વીઓના બહુમાનનો કાર્યક્રમ યોજાશે. 234 તપસ્વીઓના પારણાં 15 સપ્ટેમ્બરે કરાશે. અગાઉ ચાતુર્માસ પ્રવેશ સમયે 348 આરાધકોએ સંતિકરણ તપ એકસાથે કરી રેકોર્ડ કર્યો હતો. 16 સપ્ટેમ્બરના રોજ 234 સિદ્ધિતપના તપસ્વીઓની શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે સંઘના 5 હજાર કરતા વધુ શ્રાવકો અનુમોદના કરશે.

X
Surat - ત્રિસ્તુતિક જૈન સંઘમાં આજે 800 જેટલા તપસ્વીઓની સાંઝી, શોભાયાત્રા નીકળી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી