• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઓછી જરૂરિયાતથી જીવતા આવડે તો કલાકાર બની શકાય છે..!!

ઓછી જરૂરિયાતથી જીવતા આવડે તો કલાકાર બની શકાય છે..!!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘કલાકારોએપ્રગતિ કરવી હશે તો એક સાથે રહીને કામ કરવું પડશે, સાથે રહીને કામ કરવામાં આવશે તો તમામ લોકોનો વિકાસ થશે.’ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીના ભાગ રૂપે સાહિત્ય સંગમ દ્વારા ‘સુરતની રંગભૂમીના ચમકારા’ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વસંત ઘાસવાલાએ વાત જણાવી હતી. ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા સુરતના 9 દિગ્દર્શકોને નાટક ભજવણી માટે 2-2 લાખ રૂપિયાની ગ્રાંટ આપવામાં આવી હતી તે તમામ દિગ્દર્શકોનું સન્માન કરવામાં આવ્યુ હતું. સાથે વૈભવ દેસાઈ, ઋચા કાપડિયા, યશ ઉપાધ્યાય, ધ્વની ઉપાધ્યાય, જાનવી મહેતા અને કેવલ ઉપાધ્યાએ મોનો એક્ટિંગ રજૂ કરી હતી.

કાર્યક્રમમાં કપિલદેવ શુક્લએ જણાવ્યું હતું કે ‘રંગભૂમી આપણાં કલાકારોના મનમાં કલાકાર હોવાનો ભ્રમ કરી જાય છે, ત્યારે ઘર કુંટુંબ અને મા-બાપની જરૂરિયાતો પૂરી થતી નથી અને આવા સમયે નહીં કરવા જેવું થઈ જાય છે. કલાની પ્રવૃતિ કરો પણ પરીવાર અને પોતાના પેટમાં અન્ન નાંખવાનું ભૂલતા નહીં. જ્યારે કલાની પ્રવૃતિ કરવામાં મશગૂલ થઈને પરીવારને ભૂલી જશો ત્યારે જતે દહાડે તમારી વાત અભિવ્યક્ત કરવાનો આધાર નહીં રહે. કલાકારની સાથે બીજી નોકરી કરવી પડે છે. જ્યારે ટીવી સિરિયલનો જમાનો હતો ત્યારે મુંબઈના કલાકારોઓએ નાટકની સાથે સાથે બીજી નોકરી કરવી પડતી હતી. સિરિયલ આવ્યા પછી તેઓને નોકરી કરવાની જરૂર રહેતી નથી. પરંતુ સુરતમાં શક્યતા નથી એટલા માટે કલાની સાથે સાથે નોકરી અથવા કામ ધંધો કરવો પડશે. જો તમે ઘરની જવાબદારી પૂરી નથી કરતાં ત્યારે તમે કલાકાર નહીં રહો. સમાજમાં છો એટલે તમે કલાકાર છો. કલાકાર છો એટલે સમાજમાં નથી. કલાકાર બન્યા પછી ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવતા શીખવું પડશે અને ત્યારે સાચા કલાકાર તરીકે ઉભરી આવશો.
અન્ય સમાચારો પણ છે...