ONGC બ્રિજ પરથી ડિંડોલીના યુવકે ઝંપલાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | મગદલ્લાઓએનજીસી બ્રિજ પરથી બપોરના સુમારે એક ડિંડોલીના યુવકે ઝંપલાવી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેને નાવડીવાળા અને ફાયરબ્રિગેડે ઉગારી લીધો હતો. મગદલ્લા ઓએનજીસી બ્રિજ ઉપરથી બપોરના 12 વાગ્યાના અરસામાં એક યુવાને નદીમાં ઝંપલાવી દીધું હતું. પાણીમાં ઝંપલાવતા રાહદારીઓએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરતાં ઓફિસર હરિભાઈ બોરત્સે તુરંત પહોંચી ગયા હતાં. યુવકને નાવડીવાળાએ પકડી રાખ્યો હોઈ ફાયર બિગ્રેડ તેને બહાર કાઢીને સારવાર અર્થે સિવિલ લઈ આવી હતી. ઓફિસર બોરત્સેએ જણાવ્યું હતું કે, યુવકેે તેનુ નામ નવીન પ્રવિણભાઈ પટેલ (23) ડિંડોલીનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેના પિતા રત્નકલાકાર છે.

અન્ય સમાચારો પણ છે...