કડવો લીમડો પણ મીઠો છાયો આપે: પ્રભુસ્વામી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| પ્રભુસ્વામીએ જણાવ્યું હતું કેે, શાસ્ત્રો અને ધન્વંતરીના મતે ચૈત્રસુદ-1 ગુડી પડવાને દિવસે કડવા લીમડાનો રસ પીવો જોઇએ એની પાછળ પણ શરીર સ્વસ્થ રહેવાની મીઠી ભાવના છે. લીમડો છે. કડવો પણ માણસને છાયા, લાકડું, પ્રાણવાયુ અને આરોગ્ય આપવામાં અવલ છે. લીમડાના રસનું સેવન કરવાથી મેલેરિયા, વાયરલ, ઇન્ફેકશન,ચામડીના રોગો ,આંખના રોગો, હરસ, હદયરોગ, તેમજ પિત અને કફકારક રોગો સામે રક્ષણ આપે છે. પડવાને દિવસે સંતો કડવા લીમડાના રસનું ભગવાનને પાન કરાવીને પોતે પીવે છે. રસ રૂચી વાળા બાળકો તેનું એક મહિના સુધી હોંશે હોંશે પાન કરતાં હોય છે. નીલકંઠ ધામ ખાતે પણ સંતોએ પાન હરી પૂજારીઓ તેમજ ભાવિકોએ લીમડાના રસનું પાન કરવા સાથે ચૈત્ર માસમાં ભગવાન સ્વામીનારાયણ પ્રાગ્ટય પૂર્વના 9 દિવસ વિશેષ તપ પ્રત ભજનના અનુષ્ઠાન સાથે ઉજવવાના નિયમો આપ્યા હતા. જેમાં ભોજન, ઉપવાસ સદગ્રંથોના વાચનના નિયમો સહુએ લીધેલા. તેમજ વાચન અને ભજન દ્વારા મનની અને લીમડાના રસના પાનથી તનની તંદુરસ્તીને વધારવાનો રૂડો અવસર છે. તેમ પ્રભુ સ્વામીએ કહયું હતું.

અન્ય સમાચારો પણ છે...