• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વકીલ મંડળની બેઠક, સુરતને હાઇકોર્ટની બેંચ અપાવવા કમિટી

વકીલ મંડળની બેઠક, સુરતને હાઇકોર્ટની બેંચ અપાવવા કમિટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે સુરત જિલ્લા વકીલ મંડળની કાઉન્સિલની બેઠકમાં હાઇકોર્ટની બેન્ચ સુરતને મળે એ મુદ્દે ચર્ચા થઈ હતી અને મિટિંગના અંતે હાઇકોર્ટ તથા સરકારને રજૂઆત કરવા માટે એડવોકેટ જીવરાજ વસોયાના કન્વીનરપદે એક સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત ફેમિલી કોર્ટની મેટરમાં એક વકીલને મેટરોમાં હાજરી માટે પ્રતિબંધ ફરમાવવાની ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આજે બાર એસોસિએશનના પ્રમુખ કિરીટ પાનવાલાની અધ્યક્ષતામાં મળેલી કાઉન્સિલની બેઠકમાં હાઇકોર્ટ બેન્ચની માગણી ફરી ઊઠી હતી. ધંધાદારી પ્રજા અને ટ્રાયબલ બેલ્ટને ધ્યાનમાં રાખીને તેમજ ફેમિલી કોર્ટની નાની-નાની મેટરમાં હાઇકોર્ટ જવું પડતું હોય છે. આથી હાઇકોર્ટની બેન્ચ મળે એ માટેના પ્રયાસ કરવાનું નક્કી કર્યું હતું. એડવોકેટ મુકેશ રામગોરસેને ફેમિલી કોર્ટના જજે સાંભળવાની કોઈ તક આપ્યા વગર ફેમિલી કોર્ટની મેટરમાં હાજર થવા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી આ નિર્ણયને કાઉન્સિલમાં વખોડવામાં આવ્યો હતો. જુનિયર વકીલોની ટ્રેનિંગ માટેનો મુદ્દો ઊઠ્યો હતો.

કોર્ટમાં કાળી પટ્ટી લગાવી વિરોધ કરાશે
કોર્ટમાં કેટલાક કર્મચારીઓના નામ સાથે લગાવવામાં આવેલી જાહેર નોટિસનો મામલો ગરમાયો છે. આજે સુરત જિલ્લા ન્યાયખાતાના ત્રીજા વર્ગના કર્મચારી મંડળે આ નોટિસ પરત નહીં ખેંચાયા બાદ શુક્રવાર તા.19મી જાન્યુઆરીના રોજ જાહેર નોટિસ સામે વિરોધ કરવા માટે કાળી પટ્ટી પહેરવાનું નક્કી કર્યું હતું. કર્મચારીઓ સવારે 10 કલાકે કોર્ટના મુખ્ય દરવાજે ઉપસ્થિત રહી વિરોધ કરશે.

અન્ય સમાચારો પણ છે...