• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની તજવીજ, ખેડૂતોએ કર્યો વિરોધ

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની તજવીજ, ખેડૂતોએ કર્યો વિરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારે જાહેરનામા વિના જ સંપાદનની જાહેરાત કરી છે
ગુજરાત ખેડૂત સમાજે આજ રોજ જહાંગીરપુરા જિન મિલ ખાતે ખેડૂત આગેવાનોની એક બેઠક બોલાવી હતી. આ બેઠકના મુખ્યત્વે બે મુદ્દા રહ્યા હતા. જેમાં એક ઓલપાડની જોખમી સાયનાઇડ કંપની અને બીજો ખેડૂતોની મહામૂલી જમીનમાંથી પસાર થનાર બુલેટ ટ્રેન. ઓલપાડમાં ઝેરી કેમિકલ ઉત્પન્ન કરતી હિન્દુસ્તાન કેમિકલ્સ કંપનીને આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરી લોક આંદોલન બાદ આખરે રદ કરી છે.

માનવ વસ્તી વચ્ચે પ્લાન્ટનું વિસ્તૃતીકરણ જોખમી હોવાના કારણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટે આ મંજૂરી રદ કરી લોકહિતમાં ચુકાદો આપ્યો છે. ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું કે, ખેડૂત સમાજ હવે પ્લાન્ટને કેમિકલ ઝોનમાં ખસેડવાની માગણી સાથે જંગ છેડવા જઈ રહ્યો છે. માનવ વસાહત વચ્ચે કાર્યરત જોખમી સાયનાઈડ કંપનીના વિરોધમાં 1લી ફેબ્રુઆરીએ ઓલપાડ બંધનું એલાન કરવાની ચીમકી આપી છે. આ બંધનું એલાન આપવા પહેલા ઓલપાડના વેપારીઓને વિશ્વાસમાં લેવા મુદ્દે બેઠક યોજી નિર્ણય લેવાશે.

ગુરૂવારે જહાંગીરપુરા જિન મિલ ખાતે ખેડૂત આગેવાનોની બેઠક

અન્ય સમાચારો પણ છે...