10 ટગથી પાણીનો મારો 28 કલાક બાદ પણ ઓપરેશન ચાલુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટ આવી રહેલા જહાજમાં ભડકી ઉઠેલી આગ પર 28 કલાક બાદ સ્થીતી પર સંપુર્ણ કાબુ આવી શક્યો નથી. મોડી રાત્રે આગ બુઝાયાનું માન્યા બાદ બીજા દિવસે સવારે ફરી અગનજ્વાળાઓએ દેખા દેતા ચીંતા પ્રસરી હતી. ઘટનામાં ઘાયલ થયેલા એક ક્રુ મેમ્બરનું મોત નિપજ્યુ છે જ્યારે એક ઘાયલ સારવાર હેઠળ છે. પ્રશાસન દ્વારા આગ પર સંપુર્ણ કાબુ મેળવ્યા બાદ શીપને કિનારે ખેંચી જઈ ડિઝલનો જથ્થો કાઢવાનો પ્રયાસ હાથ ધરવાની દિશામાં કાર્યવાહિ ચાલુ છે. મુંબઈ પોર્ટના કેપ્ટન સહિત ત્રણ લોકોની વિશેષ ટીમ દ્વારા જહાજને ખેંચવાની સ્થીતી અંગે સ્થળ પરથી મોનીટરીંગ કરાઈ રહ્યુ છે.

¾, સુરત, શુક્રવાર, 19 જાન્યુઆરી, 2018

8

અન્ય સમાચારો પણ છે...