• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રૂ. 35 લાખના ચેક બાઉન્સના પાંચ કેસમાં આરોપી નિર્દોષ

રૂ. 35 લાખના ચેક બાઉન્સના પાંચ કેસમાં આરોપી નિર્દોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: રૂપિયા 35 લાખના ચેક બાઉન્સના દાખલ થયેલા પાંચ કેસમાં આરોપીને આજે કોર્ટે નિર્દોષ છોડતો હુકમ કોર્ટે કર્યો હતો. ચુકાદામાં આંકલન કર્યું હતુ કે ફક્ત ચેક અને લખાણ રજૂ કરવા માત્રથી કેસ પુરવાર થતો નહોય અને ફરિયાદીએ પોતાનો કેસ નિશંકપણે પુરવાર કરવાનો હોય છે. આરોપી તરફે એડવોકેટ વિરલ મહેતાએ દલીલ કરી હતી. કેસની વિગત મુજબ ટેક્સટાઇલ માર્કેટ વેપારી ગૌતમકુમારે રૂપિયા 1.05 કરોડનો માલ સોહનકુમાર પરિહાર અને માંગીલાલ પરિહાર નામક બે સગાભાઈઓને આપ્યો હતો. જેના પેમેન્ટ પેટે આરોપીએ શરૂઆતમાં રૂપિયા 35 લાખના ચેક આપ્યા હતા.આ કેસમાં આરોપી તરફે વિરલ મહેતાએ દલીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...