• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 42 વર્ષ પહેલાંનાં કૂતરાને યાદ કરી ડો.મુકુલ ચોક્સી રડ્યા !

42 વર્ષ પહેલાંનાં કૂતરાને યાદ કરી ડો.મુકુલ ચોક્સી રડ્યા !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાફ્ટર થેરાપીસ્ટ કમલેશ મસાલાવાળા અને સિટીનાં સાઇકોલોજીસ્ટ્સ દ્વારા ‘ક્રાઇંગ ક્લબ’ શરૂ કરવામાં આવી છે, જેનું વૈષ્ણવ મંદિરનાં હોલમાં ઉદઘાટન કરાયું. જેનાં પહેલા સેશનમાં સાઇકોલોજીસ્ટ્સે સુરતીઓને જુદી જુદી ટેકનિકથી રડાવ્યા હતા. એક સાઇલન્ટ ક્રાઇંગ સેશન રખાયું, જેમાં સુરતીઓ આંખ બંધ કરીને રડ્યા હતા.

ડો.મુકુલ ચોક્સી

આજથી42 વર્ષ પહેલાં અમારી ગલીમાં એક કુતરો હતો. તેની સાથે મને ખુબ મજા આવતી હતી. સવારથી સાંજ સુધી હું તેની સાથે રમતો હતો. પરંતુ અચાનક કોઈએ એસએમસીની અમારી ગલીના કુતરા વિશે ફરિયાદ કરી. એસએમસીએ કુતરાને ઝેરી બિસ્કિટ ખવરાવીને મારી નાંખ્યું. ત્યારે મને ખુબ લાગી આવ્યું હતું. ત્યારે મને લાગ્યું કે, જીવનમાંથી કોઈ જાય ત્યારે શું દુ:ખ થાય. આમ પણ કુતરાનું આયુષ્ય નાનું હોય છે. એટલે જ્યારે કુતરાને રમાડવાની ઈચ્છા થાય ત્યારે અમે દોસ્તોના ઘરે જઈએ છીએ.

‘42 વર્ષ પહેલાં અમારી ગલીમાં કૂતરો હતો, મને પ્રિય હતો-એસ.એમ.સીમાં કોઇએ ફરિયાદ કરી દેતાં લોકોએ એને મારી નાંખ્યું. એને પકડી ગયા’ -આટલું કહીને સાઇકોલોજીસ્ટ ડો.મુકુલ ચોક્સી રડી પડ્યા હતા. વાત છે-સુરતમાં શરૂ થયેલી ભારતની પહેલી ક્રાઇંગ ક્લબની. ક્રાઇંગ ક્લબનું પહેલું સેશન યોજાયું, જેમાં 80 સુરતીઓ ભેગા મળીને રડ્યા હતા. હવે દર રવિવારે સુરતીઓ ભેગા થશે અને ભેગા મળીને રડશે.

ANCHOR

અન્ય સમાચારો પણ છે...