• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat મજૂરાગેટનું સોરઠિયા મંડળ પ્રારંભથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરે છે

મજૂરાગેટનું સોરઠિયા મંડળ પ્રારંભથી ઇકો-ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરે છે

Surat - મજૂરાગેટનું સોરઠિયા મંડળ પ્રારંભથી ઇકો-ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરે છે

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:40 AM IST
રિલિજિયન રિપોર્ટર.સુરત | મજૂરાગેટ પર કદમપલ્લી બાગ પાસે આવેલા સોરઠિયા યુવક મંડળ દ્વારા સતત ચોથા વર્ષે માટીના શ્રીજીની સ્થાપના કરાઈ રહી છે. આ પ્રસંગે મંડળ દ્વારા દસ દિવસ બેટી બચાવો અને તાપી બચાવો અભિયાન ચલાવાશે. શ્રીજીની સાથે તેને લગતાં બેનરો લગાવાશે, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સતત ચોથા વર્ષે માટીની પ્રતિમાની સ્થાપના સાથે તાપી શુદ્ધીકરણ, બેટી બચાવો અભિયાન સહિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું

શહેરમાં આ વર્ષે ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે મજૂરાગેટનું સોરઠીયા યુવક મંડળ પ્રારંભથી જ માટીની પ્રતિમા સાથે સામાજિક સંદેશો ફેલાવવાનું કાર્ય કરી રહ્યું છે. આ અંગે મંડળના અજય કનાડાએ કહ્યું કે સતત ચોથા વર્ષે યુવક મંડળ દ્વારા તાપી બચાવો, બેટી બચાવો અને પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે શ્રીજીની સ્થાપના કરાઈ રહી છે. માત્ર 28 જેટલાં સભ્યો છે, જેમાં જ્ઞાતિની બહારના પણ ચારેક જણાં છે.

તમામનું કાર્ય દસ દિવસસુધી શ્રીજીની સેવા સાથે સામાજિક સંદેશો આપવાનું રહ્યું છે. આ વર્ષે તમામ સભ્યો તૈયાર થશે તો શ્રીજીના દર્શને આવનારને પૈસા, ફળ કે ફૂલ નહીં, પરંતુ નોટબુક દાદાને અર્પણ કરવા કહેવાશે. તેમાં જે નોટબુકો મળે તે ગરીબ અને આદિવાસી વિસ્તારોના બાળકોને અપાશે. દસ દિવસ દરમિયાન મંડળ દ્વારા કથા, છપ્પનભોગ, ભજનસંધ્યા અને નાના બાળકોને લેઝીમની તાલીમ આપવાના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. બાળકોને લેઝીમની તાલીમ આપી વિસર્જન સમયે શોભાયાત્રામાં લેઝીમના કરતબ દર્શાવાશે. મંડળના સભ્યો દ્વારા કપડા, નોટબુકો અને બીજી વસ્તુઓ એકત્રિત કરી ધરમપુર અને સાપુતારાના ગામડાના બાળકોને મદદ કરવામાં આવે છે.

મજૂરાગેટ પર કદમપલ્લી બાગ પાસે આવેલા સોરઠિયા યુવક મંડળ.

X
Surat - મજૂરાગેટનું સોરઠિયા મંડળ પ્રારંભથી ઇકો-ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી