તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ITએ વ્યારાના અધિકારી ડામોરનું નિવેદન લીધું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારામાંથીરૂપિયા 40 લાખ રોકડા ઝડપાયા હતા. પોલીસની તપાસમાં માલુમ પડ્યુ હતું કે રૂપિયા અમદાવાદના સરકારી અધિકારી ડામોરના છે. આથી તપાસ આઇટીના ઇન્વેસ્ટિગેશન વિંગને સોંપાઇ હતી. અધિકારીઓએ ડામોરનું ગતરોજ સ્ટેટમેન્ટ લીધું હતું. પોતાના સી.એ. સાથે હાજર રહેલાં ડામોરે રૂપિયા પોતાના હોવાનું જણાવ્યુ હતું. ઉપરાંત જ્યારે ક્રોસ સવાલ કરાયો કે તો કોના રૂપિયા છે તો ડામોરે કહ્યું હતું કે તમે સીઝ કરવામાં આ‌્યા છે. એક સવાલ કરાયો હતો કે રૂપિયા તમારા હોવાનું એક સ્ટેટમેન્ટ છે. તો જવાબમાં કહેવામાં આવ્યું હતું કે કોઇ કંઇ પણ કહે. આઇટી અધિકારીઓને લાગે છે કે સી.એ. દ્વારા પહેલાંથી બધું ગોખાવીને ડામોરને મોકલાયો હતો. હવે કેસમાં રૂપિયા ડામોરના છે કે નહીં તે સાબિત કરવાની જવાબદારી વિંગના અધિકારીઓ પર આવી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...