તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકામાં 744 માર્શલની ભરતી કરવા કામગીરી શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| સુરત

પાલિકામાંસિક્યુરીટી એજન્સીનો કોન્ટ્રાક્ટ લીધા બાદ કામગીરીમાં લાલિયાવાડી કરવામાં આવતી હોવાની છાશવારે ફરિયાદ ઉઠે છે. જેથી સોમવારથી પાલિકાએ 744 માર્શલની ભરતી કરવાનો નિર્ણય કર્યો હોવાના કારણે સિક્યુરીટી એજન્સીના 750 કર્મચારીઓને તબક્કાવાર છૂટા કરવામાં આવશે.

પાલિકાએ વર્ષ 2013માં માર્શલની ભરતીની જાહેરાત કરતા 25 હજાર ઉમેદવારોએ અરજી કરી હતી. તેમાં 6951 લોકોની અરજી માન્ય રાખવામાં આવ્યા બાદ તેઓની પ્રેક્ટીકલ અને લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં પાસ થયેલા 744 ઉમેદવારોને માર્શલ તરીકે નિમણૂક આપવાના કોલ લેટર મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ સોમવારથી તેઓને હાજર કરવા માટેની કાર્યવાહી પાલિકાએ શરૂ કરી છે. જેથી 744 માર્શલને હાજર કર્યા બાદ વિવિધ વિભાગોમાં નિમણૂક આપવામાં આવશે. તમામ માર્શલની નિમણૂક કરાયા બાદ પાલિકાએ ખાનગી સિક્યુરીટી એજન્સીના 750 કર્મચારીઓને છુટા કરવામાં આવનાર છે.

ભરતી થયેલા માર્શલ જગ્યા પર મુકાશે

{વોચ એન્ડ વોર્ડ વિભાગમાં 550

{ ફાયર એન્ડ ઇમરજન્સીમાં 150

{ જગદીશચંદ્ર બોઝ એક્વેરીયમમાં 18

{ફાયર ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં 26

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો