તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| અમરોલીનાં પટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લેઉઆ પટેલ સમાજ જીવનસાથી પસંદગી મેળો

સુરત| પટેલ સમાજ અમદાવાદ દ્વારા સમસ્ત ગુજરાત રાજ્યમાં વસતા પાટીદાર સંતાનો માટે જીવનસાથી પસંદગી મેળો તારીખ 11 સપ્ટેમ્બર થી 17 સપ્ટેમ્બર સુધી યોજાયો છે. કાર્યક્રમમાં ઉચ્ચ અભ્યાસ, ઓછો અભ્યાસ, રી-મેરેજ તેમજ શારીરિક ખોડ-ખાપણ વાળા ઉમેદવાર ભાગ લઈ શકે છે. તમામ ઈચ્છુક ઉમેદવારોએ બાયોડેટા અને ફોટો સાથે આસ્થા ક્લીનીક, વિશ્વકર્મા સોસાયટી, સેટેલાઈટ અમદાવાદ ખાતે હાજર રહેવું.


સુરત| અમરોલીનાં પટેલ પાર્કમાંં રહેતા મનુભાઇ પાટીદાર જાગૃતિમાટે ગાયના છાણની મૂર્તી તૈયાર કરી અમરોલી, ઉત્રાણ, વરાછા વગેરે વિસ્તારો માં ઊંટગાડી લઇને ફરે છે. પાટીદાર સમાજ ની સાચી ઓળખ ખેડુત તરીકે ોવાથી બળદગાડા નો આકાર આપેલો છે. જોકે મૂષકરાજને પીઓપી માંથી બનાવ્યા છે.

ભૂ.પૂ. વિદ્યાર્થીઓએ શિક્ષકોનું સન્માન કર્યુ

બાળ ગણેશ મંદિરની સાલગીરી ઉજવાશે

સુરત| આહીર સમાજ ડાયમંડ વેપારી મંડળ દ્રારા પુણા પટેલ સમાજની વાડીખાતે 17 મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

પુણા ખાતે આહિર સમાજનું સ્નેહમિલન યોજાયું

ગાયનાં છાણના પોર્ટેબલ ગણપતિથી જાગૃતિ યાત્રા

સુરત| ધીરજમુનિનીનિશ્રામાં 13 વર્ષીય અવસર શાહનુ માસક્ષણ નિમિત્તે ડૉ. વસંતબેન શાહ, સોનાબેન છેડા, ડૉ. હર્ષદ અને ચેતના સંઘવી, ચીમન દોશી, પ્રકાશ ગાંધી વગેરેએ અઢીલાખથી દબદબાભર્યું સન્માન કર્યું હતુ.

માસક્ષમણ નિમિત્તે અવસર શાહનું બહુમાન

સુરત| મારુતીવેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ગણેશમહોત્સવ નિમિત્તે રવિવારે ‘એક ડગલુ સમાજના વિકાસની તરફ’ એવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 40થી વધું ગંગાસ્વરૂપ બહેનોને અનાજની કીટ વિતરણ તથા જરૂરિયાતમંદ બાળકોને સ્કુલ-ફી વિતરણ કરાયું હતું.

પુણાગામમાં અનાજ તથા ફી વિતરણ કરાયું

સુરત| રાંદેરઅને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના ફ્રેન્ડ ઓફ પોલીસ, હોક્આઇ અને હિન્દૂ મુસ્લીમ એકતા સમિતિની બકરી ઇદ તેમજ ગણેશ વિસર્જન નિમિત્તે ડીસીપી ઝોન-4 એસ.એમ.ભાભોર, એસીપી પી.આર.દેસાઇ તેમજ રાંદેર પીઆઇ જી.એ.પટેલ અને જહાંગીપુરા પીએસઆઇ બી.એન.ચૌધરીની હાજરીમાં મીટિંગ મળી હતી.

ઇદ અને ગણેશ વિસર્જન નિમિત્તે મીટિંગ મળી

સુરત| સુરતમાંવસતા ખોખર પરિવારનું પ્રથમ સ્નેહમિલન કાપોદ્રાની રચના સોસાયટીની વાડીમાં યોજાયુ હતુ. જેમાં 2500થી વધારે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ અરજણ ખોખર અને ધન્શ્યામ ખોખરે સ્નેહમિલનમાં કુરિવાજોથી મુક્તિ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં પી.આઈ. દિયોરા અને પ્રવિણ ભાલાળા હાજર રહ્યા હતા.

કાપોદ્રામાં ખોખર પરિવારનું સ્નેહમિલન યોજાયું

સુરત|ઇનોવેશન ઇનએજ્યુકેશનમાં સુદર મોરોડદાર અક્ષરલેખન, વાર્તા શ્રવણ વગેરે બદલ વૃંદાવન સોસાયટી, જહાંગીર પુરાનાં રહીશ તથા મુખ્ય શિક્ષિકા સંગીતાબેન બાબરભાઈ પટેલને શ્રેષ્ઠ તાલુકા શિક્ષક પારિતોષિક કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના હસ્તે એનાયત કરાયુ હતું. જે બદલ કીરીટ પટેલ, બળદેવ પટેલ, ઠાકોર પટેલ, મહેન્દ્રસિંહ અને અશોક પટેલે અભિનંદન પાઠવ્યા છે.

જહાંગીરપુરાનાં શ્રેષ્ઠ તાલુકા શિક્ષકનું સન્માન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો