તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધર્મને શરણે જવાથી સુખી થવાય : પદ્મદર્શનજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઠવાલાઇન્સજૈન સંઘમાં જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિજી, જૈનાચાર્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શન વિજયજીની પુનિત નિશ્રામાં પર્યુષણ બાદ પુન: પ્રવચનધારોનો પ્રારંભ થયો છે. પંન્યાસ પદ્મદર્શનજીએ શ્રોતાઓ સમક્ષ જણાવ્યું કે, પરમાત્મા,સદ્દગુરુ અને ધર્મનું શરણ સ્વીકારનાર જગતમાં સર્વત્ર સુખ, શાંતિ અને સમાધિની પ્રાપ્તિ કરે છે. શરણ હોઠનું નહી પણ હૈયાનુ હોવું જોઇએ. હોઠની શરણાગતિ કરતાં હૈયાની શરણાગતિમાં પ્રચંડ તાકાત હોય છે. પરમાત્માની પાસે જતાં પહેલા તમારી ભૂમિકા પારદર્શક હોવી જોઇએ. પહેલા તમારી ભૂમિકા તપાસો. પ્રભુ પાસે જતી વેળાએ કાં તો તમારા જીવનમાં દુ:ખોની બૌછારો હોવી જોઇએ. તમે જો પ્રચંડ પુણ્યના માલિક હો તો એવું બની શકે કે એક પણ દુ:ખનો પડછાયો તમારા જીવનમાં હોય. પણ અતિ શ્રીમંત લોકોના જીવનમાં દોષોના તો ઢેર ખડકાયેલા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો