તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મોદીના જન્મદિવસની ઉજવણી સાથે પસ્તીદાનનો વર્લ્ડ રેકર્ડ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદીના જન્મદિવસની ઉજવણી સાથે પસ્તીદાનનો વર્લ્ડ રેકર્ડ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નેરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શહેરમાં પસ્તીદાનનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવનાર છે. તેમાં પસ્તીદાન થકી એકઠી થયેલી રકમનો ચેક વડાપ્રધાનને વડાપ્રધાન રીલીફ ફંડમાં અર્પણ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી વર્ષે નવસારી ખાતે ઉજવવામાં આવનાર છે. માટેની તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. સાથે સાથે શહેરમાં લોકોના ઘરે ઘરે જઇને પસ્તી એકઠું કરવાનુ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યુ છે. પસ્તીને કારણે એકત્ર થયેલી રકમનો ચેક આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન રીલીફ ફંડમાં આપવામાં આવનાર છે. જેથી પસ્તીદાન થકી 20 લાખ કરતા વધુ રકમ એકત્ર કરવાનો લક્ષ્યાંક હાલમાં નક્કી કરાયો છે. તેમાં મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીના નેજા હેઠળ પસ્તીદાનથી પુસ્તક દાનનો સફળ કાર્યક્રમ અગાઉ કરનાર વ્રજેશ ઉનડકડ અને તેના કાર્યકરો સાથે અત્યાર સુધીમાં 1 લાખ 30 હજાર પસ્તી એકઠી કરવામાં આવી છે. જ્યારે આગામી 17મી સપ્ટેમ્બર સુધીમાં તેમાં વધારો થવાની પણ શકયતા રહેલી છે.

હાલમાં 1.13 લાખ કિલો સાથે મુંબઇનો રેકર્ડ

મુંબઇવાસીઓનાનામે પસ્તીદાન માટેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. તેમાં મુંબઇવાસીઓએ અગાઉ 1 લાખ 13 હજાર કિલો પસ્તી એકઠી કરી હતી. જ્યારે સુરતવાસીઓ દ્વારા અત્યાર સુધીમાં 1 લાખ 30 હજાર કિલો પસ્તી એકઠી કરી દીધી છે. જયારે પસ્તીદાનનો કાર્યક્રમ 16મી સપ્ટેમ્બરના રોજ પુરો કરી દેવામાં આવે તે પહેલા મુંબઇવાસીઓનો વર્લ્ડ રેકોર્ડ સુરતના નામે થવાની શકયતા છે.

10 હજાર લોકો પસ્તીદાન કરશે

પસ્તીદાન કાર્યક્રમમાં લોકોના ઘરે ઘરે જઇને પસ્તી ઉઘરાવવામાં આવે છે. તેમાં અત્યાર સુધી 6700 લોકોએ પસ્તીદાન કર્યુ છે. તેમાં જે લોકો પસ્તીદાન કરે છે તેઓના નામની નોંધણી પણ કરવામાં આવે છે. જ્યારે આગામી દિવસોમાં આંકડો 10 હજારની આસપાસ પહોંચે તેવી પણ શકયતા રહેલી છે. જેથી 10 હજારની આસપાસ લોકોએ પસ્તીદાન કર્યા બાદ વર્લ્ડ રેકોર્ડ માટે સુરત દ્વારા દાવેદારી પણ કરવાના છે.

એકઠી થયેલી રકમનો ચેક વડાપ્રધાન રિલીફ ફંડમાં અપાશે

અત્યાર સુધીમાં 1.30 લાખ કિલો પસ્તી એકત્ર કરાઈ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો