તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સગાઈ બાદ મંદિરે જતાં સુરતના યુવક યુવતીનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગાઈ બાદ મંદિરે જતાં સુરતના યુવક-યુવતીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરજિલ્લા મહુવા તાલુકાના ધરાઈ ગામના વતની અને હાલ સુરત શહેરના ભગવતી કૃપા સોસયાટીમાં કારગીલ ચોક સુરત ખાતે રહેતી મમતાબહેન કનુભાઈ પડસારા (30)નાઓના સગપણ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ખાતે રહેતા મયુરભાઈ મનસુખભાઈ સોજીત્રા (30) સાથે થયા હતાં. સોમવારના રોજ રજા હોવાથી મયુર તથા મમતા મોટરસાઈકલ ઉપર કામરેજ તાલુકાના ગાયપગલા ખાતે મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્યારે નેશનલ હાઈવે નં 8 ઉપર બપોરે 2.30 વાગ્યાના અરસામાં ચોર્યાસી ટોલનાકુ વટાવી ઘલા પાટિયા પાસે મોટરસાઈકલ લઈ ગાયપગલાં તરફ વળવા માટે રોડ ક્રોસ કરતાંહતાંત્યારે એક બોલોરે પિકઅપ કાર નં (GJ-5AU-1183)ના ચાલકે મુયુરનું મોટરસાઈકલને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મયુર અને મમતાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

ઘલા પાટિયા નજીક ગંભીર અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો