તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • DGVCLની બેદરકારી, લાખોની કિંમતનો 200 મીટર કેબલ રઝળતો છોડી દેવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DGVCLની બેદરકારી, લાખોની કિંમતનો 200 મીટર કેબલ રઝળતો છોડી દેવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાકોમર્શીયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાવર સપ્લાય માટે ઉપયોગમાં લેવાતો અન્ડરગ્રાઉન્ડ કેબલ વેસુ ડીજીવીસીએલ દ્વારા રઝળતો મુકી દીધો છે. કરોડોના ખર્ચે નિર્માણ કરાયેલા ડીજીવીસીએલ ભવનનું નિર્માણ છતાં ઇન્વેન્ટરી સાચવવા માટે સ્ટોરની વ્યવસ્થા નથી.

પાવર સપ્લાય માટે અન્ડરગ્રાઉન્ડ પસાર કરાતા કેબલનો વેસુ સ્થિત ડીજીવીસીએલ દ્વારા રઝળતો છોડી દેવામાં આવ્યો છે. લાંબાં સમયથી વેસુ ડીજીવીસીએલ ઓફિસની પાછળ ખુલ્લો મુકી દેવામાં આવેલા કેબલની મીટરદીઠ કિંમત 1000થી 4000 રૂપિયા સુધીની હોય છે. અગાઉ દોઢ માસ પૂર્વે ડીજીવીસીએલ અધિકારી સાથે અંગે થયેલી વાતમાં તેમણે કેબલને પાણીની અસર નહીં થતી હોવાનું જણાવી, રઝળતાં કેબલ વિશે તપાસ કરવાનું જ્ણાવ્યું હતું. ભાસ્કર દ્વારા પ્રકાશિત કરાયેલા અહેવાલ બાદ તેને પાણી ભરેલા ખાડામાંથી ખસેડી દેવામાં આવ્યું હતું છતાં આજે દોઢ માસ પછી ફરીથી કેબલને જેમનો તેમ રઝળતો મુકી દેવાયો છે.

કેબલને જમીનમાંથી પસાર કરતી વખતે અમુક નિયમોની ધ્યાનમાં રાખી તેનું આયુષ્ય લાંબે સુધી જળવાય રહે તે માટે કાળજી રાખવામાં આવતી હોય છે. કરોડોના ખર્ચે વેસુમાં ડીજીવીસીએલ ભવનનું નિર્માણ છતાં ઇન્વેન્ટરીનો વ્યવસ્થિત રીતે સ્ટોર કરવામાં આવતી નથી. તેના ઉદાહરણ સમાન પાવર સપ્લાય કરવા અન્ડરગ્રાઉન્ડ પસાર કરાતો કેબલ (અંદાજે 200 મીટર ) એમ ખુલ્લાં ગ્રાઉન્ડમાં રઝળતો મુકી દેવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ ગંદકી ઉપરાંત વરસાદી પાણીના લીધે ખાબોચીયા ભરાય ગયાં છે જેના કારણે કેબલનો કેટલાક ભાગ પર કાટ લાગી ગયો છે. અંડર ગ્રાઉન્ડ કેબલને થતાં ડેમેજ તેમજ તેની જાળવણીને લઇને સુપરીટેન્ડટ એન્જીનીયર સંપર્ક કરાયો હતો. તેમણે ટેકનીકલ બાબત જણાવી વેસુની ઓફિસના અધિકારીઓનો સંપર્ક કરવાનું જ્ણાવ્યું હતું. જેને પગલે અધિકારીને સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો. પરંતુ કોઇ યોગ્ય પ્રત્યુતર મળ્યો હતો. દોઢ માસ કરતાં વધુ સમયથી રઝળતાં મુકી દેવામાં આવેલા કેબલની સાચવણી માટે જાણે કોઇ કર્મચારીઓ પાસે સમય નથી તેમ તેને છોડી દેવામાં આવ્યો છે.

કરોડોના ખર્ચે બનેલા ભવનમાંં ઇન્વેન્ટરી સાચવવા માટે સ્ટોર નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો