તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ઉમરાની જમીનો ફરજિયાત સંપાદન કરવાની કાર્યવાહી શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરાની જમીનો ફરજિયાત સંપાદન કરવાની કાર્યવાહી શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

પાલઉમરા બ્રિજને નડતરરૂપ ઉમરા ગામના રહેવાસીઓની જમીનનો કબજો ફરજિયાત સંપાદન હેઠળ લેવા સ્થાયી સમિતિએ અગાઉ નિર્ણય કરી દીધો હતો. જો કે, ગામવાસીઓને એક તક આપીને વાટાઘાટ માટે બોલાવ્યા હતા, તેમાં ત્રણ ત્રણ વખત વાટાઘાટ કરવામાં આવી હોવા છતાં કોઇ નિર્ણય નહીં આવતાં આખરે વહીવટી તંત્રએ જમીનો ફરજીયાત સંપાદન હેઠળ લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મળતી વિગતો અનુસાર પાલ ઉમરા બ્રિજ માટે ઉમરા ગામવાસીઓનાં 26 મકાનનો કબજો લેવો પડે તેમ છે. માટે પાલિકાએ વાટાઘાટ કર્યા બાદ કોઇ નિરાકરણ આવ્યું નહોતું. તેમાં ઉમરા ગામના 8 રહેવાસીઓએ મકાનના બદલામાં જમીન અને તેના બાંધકામનો ખર્ચ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી, જ્યારે પાલિકાએ નિયમ પ્રમાણે મકાનના બદલામાં આવાસ આપવાની વાત કરી હતી. તેથી ત્રણ ત્રણ વખત સ્થાનિકો સાથે બેઠક કરવામાં આવી હતી, પરંતુ વાટાઘાટમાં કોઇ નક્કર પરિણામ આવ્યું નહોતું. તેના લીધે પાલિકાના વહીવટી તંત્રએ જમીનોનો કબજો ફરજિયાત સંપાદન હેઠળ લેવાનો નિર્ણય કરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

સ્થાયી સમિતિને જાણ પણ કરી દેવાઈ

ઉમરાનારહીશોની જમીનનો કબજો ફરજિયાત સંપાદન હેઠળ લેવાની કાર્યવાહી તંત્રએ શરૂ કરી હોવાની જાણ સમિતિને કરી છે, આગામી દિવસોમાં પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજો લેવાની કાર્યવાહી કરાશે. ઉમરા-પાલ બ્રિજ બનાવવા પાલિકાએ ઇપીસી પ્રમાણે કામગીરી સોંપી છે, કોન્ટ્રાક્ટરને સાઇટ ખુલ્લી કરી આપવાની જવાબદારી પાલિકાની છે. પરંતુ ગામવાસીઓનો મુદો ગુંચવાયો હોવાથી ઉમરાગામ તરફથી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઇ નથી. ચોમાસા બાદ ઉમરા તરફથી કામગીરી શરૂ થાય તેવા પ્રયાસ તંત્રએ શરૂ કર્યા છે.

ત્રણ-ત્રણ વખત વાટાઘાટ નિષ્ફળ જતાં તંત્રનો નિર્ણય

પાલ અને ઉમરા બ્રિજ સાકાર કરવા માટે ઉમરાગામના નડતરરૂપ 26 મકાનનો કબજો લેવો પડે તેવી સ્થિતિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો