તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મુંબઈના અગ્રણીની દાદાગીરી સિવિલમાં આડેધડ કારો પાર્ક કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈના અગ્રણીની દાદાગીરી સિવિલમાં આડેધડ કારો પાર્ક કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | લઠ્ઠાકાંડમાંરાજકારણ ગરમાઈ રહ્યું છે. ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોર સક્રિય થઈ વરેલી-સુરતની મુલાકાતે દોડી ગયા હતાં. તો બીજી તરફ મુંબઈના રાજકીય અગ્રણી તેના લાવલશ્કર લઈને સીધા સુરત નવી સિવિલમાં પહોંચી ગયા હતાં. મોંઘીદાટ લકઝુરિયસ કાર સહિત કારના કાફલા સાથે બાઉન્સર-બોડી ગાર્ડો તથા તેના સમર્થકો કાર્યકરોનું મોટું ટોળું પણ ધસી જતાં હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પ્રતિબંધિત વિસ્તારમાં આડેધડ કારો પાર્ક કરી દેવાતા ટ્રાફિક જામ થયો હતો. અંગે ફરજ પરના તબીબે તપાસ કરી આરએમઓને ફરિયાદ કરી હતી.

સોમવારે સાંજના સુમારે કોઈ પાર્ટીના રાજકીય અગ્રણી મર્સિડીઝ કારમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવી પહોંચ્યા હતાં. તેમની સાથેના કાફલામાં છ-સાત કારોમાં બોડીગાર્ડો, બાઉન્સરો હતાં. વોકીટોકી સાથે સજ્જ ગાર્ડોમાં બે બોડી ગાર્ડ ફૂટના ફોરેનર્સ હોવાથી કુતૂહલવશ લોકો-મુલાકાતીઓથી લઈ સિવિલના ડોક્ટર્સ સહિતના સ્ટાફ પણ બહાર દોડી આવ્યાં હતાં. તો અગ્રણીના સ્થાનિક સમર્થકો ધીરે ધીરે જમા થવા માંડતાં ટ્રોમા સેન્ટર બહાર મોટું ટોળું જમા થઈ ગયું હતું. અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી તો 108ને પણ અડચણ થાઈ તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

સમયે ફરજ પર હાજર ગાર્ડ પણ ક્યાંક ચાલ્યા ગયા હોય ડોક્ટરોએ અંગે સીએમઓને ફરિયાદ કરી હતી. ટ્રોમા સેન્ટર બહાર કારનો ખડકલો થઇ જતાં અન્ય દર્દીઓને ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ટ્રોમા સેન્ટર બહાર અંધાધૂંધીનો માહોલ

ટ્રોમાસેન્ટર બહાર વાહન પાર્કિગ માટે પ્રતિબંધ હોવા છતાં મુંબઈથી આવેલા મહાશયનો કાફલો જમા થઈ જતાં અને બે ગાર્ડો બિન્ધાસ્ત સિગારેટ ફૂંકવા માંડ્યા હતા. વાતની જાણ ફરજ પરના સીએમઓ ડો.શર્મા અને ડો.મંડલને થઈ ગઇ હતી. તેઓ પણ તુરંત તેમના રૂમમાંથી બહાર આવી પહોંચ્યા હતાં. અને ગાર્ડની બેદરકારી બદલ સીએમઓ ડો.શર્માએ અંગેની ફરિયાદ આરએમઓને કરી હતી.

હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડસ મૂકપ્રેક્ષક બન્યા અડધોકલાથી વધુ સમય સિવિલ ટ્રોમા સેન્ટર બહાર પ્રતિબંધિત વિસ્તારમાં આડેધડ કાર પાર્કિંગ કરી દેવાઈ હોવાથી ટ્રાફિક અવરોધાતો હતો. તો વ્યવસ્થા જાળવવામાં ફાંફા મારતા થઈ ગયેલા સિવિલના સિક્યુરીટી ગાર્ડ મૂકપ્રેક્ષક બની ગયા હતાં. રાજકિય અગ્રણી સમર્થક સાથે લઠ્ઠાકાંડના દાખલ દર્દીની મુલાકાત લીધી હતી અને તેના નામ-સરનામું સંબંધીના કોન્ટેક્ટ નંબર માંગ્યા હતાં.

પ્રતિબંધિત વિસ્તારમાં પાર્કિંગ કરી દેતાં તબીબની RMOને ફરિયાદ

લઠ્ઠાકાંડમાં વાહનો અને વિદેશી સિક્યુરિટી સાથે ધસી આવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો