તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રાંદેરમાં રવિવારે બિનઅનામતના પ્રમાણપત્ર આપવામાં આવશે

રાંદેરમાં રવિવારે બિનઅનામતના પ્રમાણપત્ર આપવામાં આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર.સુરત ઃ નવયુગ કોલેજ પાછળ આવેલી રાંદેર પાલિકા ઝોન ઓફિસની બાજુની શાળામાં રવિવારે સમાજકલ્યાણ વિભાગ દ્વારા બિનઅનામતના ફોર્મ સ્વીકારાશે. ત્યારબાદ ફોર્મની સ્ક્રુટિની કરી સરકારી યોજનાઓનો લાભ અપાશે.

વૈષ્ણવ સમાજ દ્વારા 100 ફોર્મ ભરાયા, 58 જેટલી જાતિઓને બિનઅનામતના પ્રમાણપત્ર આપવાના શરૂ કરવામાં આવશે
ગુજરાત સરકાર દ્વારા સવર્ણો માટે બિનઅનામત આયોગની રચના બાદ હવે નિગમની રચના કરવામાં આવી છે, જેમાં 25 જેટલી વિવિધ સ્કીમો સવર્ણોને આર્થિક સહાય તરીકે શરૂ કરવામાં આવશે. આ ફોર્મનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે.

સરકાર દ્વારા સવર્ણો માટે આર્થિક સહાયની જાહેરાતો કરાયા બાદ બિનઅનામત આયોગ અને બિનઅનામત નિગમની રચના કરવામાં આવી છે. તેમાં બિનઅનામત આયોગ દ્વારા સવર્ણોમાં સમાવવામાં આવેલી 58 જેટલી જાતિઓને બિનઅનામતના પ્રમાણપત્ર આપવાના શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે વૈષ્ણવ સમાજના અજય દલાલે જણાવ્યું હતું કે પ્રમાણપત્ર મળ્યા બાદ સરકાર દ્વારા સવર્ણો માટે જે કોઈપણ યોજનાઓ તૈયાર કરવામાં આવશે. તે આ પ્રમાણપત્ર દર્શાવી લાભ મેળવી શકાશે. આ માટે પ્રમાણપત્ર આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. રવિવારે રાંદેર ઝોન ઓફિસની બાજુમાં આવેલી મહાનગરપાલિકાની શાળામાં સમાજ કલ્યાણના અધિકારીઓ ફોર્મ સ્વીકારી સ્ક્રુટિની કરશે. ત્યારબાદ જે ફોર્મ મંજૂર થાય તેને બિનઅનામતનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્ર મેળવનારને સરકારી યોજનાઓનો લાભ મળશે. આ માટે સરકાર દ્વારા ત્રણ રીતે યોજનાઓ તૈયાર કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ માટે, વિધવા, મહિલા અને પુરૂષો માટે વેપારની અને ત્રીજી બેરોજગાર યુવાનોને રોજગારી માટે વ્યક્તિગત સહાય. આ માટે બિનઅનામત નિગમની રચના કરવામાં આવી છે. જેમાં લગભગ 25 જેટલી યોજનાઓ તૈયાર કરીને સરકારમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ સરકાર દ્વારા મંજૂર યોજનાઓ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરાશે. જેનાથી સવર્ણોને આ યોજનાઓનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...