તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • CA ઇન્ટરમીડિએટ ફાઇનલના 4 4 પેપરમાં 30 % વૈકલ્પિક પ્રશ્નો

CA ઇન્ટરમીડિએટ - ફાઇનલના 4-4 પેપરમાં 30 % વૈકલ્પિક પ્રશ્નો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ઇન્ટરમીડિએટ અને ફાઇનલના ચાર ચાર પેપરની પેટર્નમાં ફેરફાર કરી રહી છે. જેનો અમલ વર્ષ 2019ના મે મહિનાથી કરાશે.ઇન્ટરમીડિએટ અને ફાઇનલના 100 માર્ક્સના 8-8 પેપરમાંથી 4-4 પેપરમાં 30 % ઑબ્જેક્ટિવ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન (એમસીક્યુ) પૂછાનારા છે. આ વાત સીએ ઇન્સ્ટિટ્યૂટના વેસ્ટર્ન ઇન્ડિયાના રિજનલ કાઉન્સિલના સભ્ય અનિકેત તલાટી પાસેથી જાણવામાં આવી છે. જેમણે કહ્યું હતું કે, અમે વૈશ્ચિકસ્તરની એકાઉન્ટિંગની એક્ઝામને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવા જઈ રહ્યા છે. જેમાં કોઇ પણ પ્રકારના નેગેટિવ માર્કિંગ મૂકાયા નથી.

2019ની પરીક્ષામાં આવા પ્રશ્નો પુછાશે
એક્સઝામ પેટર્નમાં થયેલા ફેરફાર પ્રમાણે સીએ ઇન્ટરમીડિએટ અને ફાઇનલની પરીક્ષામાં 100 ગુણના પ્રશ્નોમાં 30 % પ્રશ્નો હેતુલક્ષી અને એમસીક્યુ હશે. આમ વિદ્યાર્થીઓને થિયરી પાર્ટના હોય તેવા પ્રશ્નોના જવાબ લખવા પડશે.

માળખામાં ફેરફાર

સીએ ઇન્ટરમીડિએટ
કોર્પોરેટ એન્ડ અધર લોસ

ટેક્સેશન

ઓડિટિંગ એન્ડ એશ્યોરન્સ

એન્ટરપ્રાઇઝ ઈન્ફર્મેશન સિસ્ટમ એન્ડ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ

સીએ ફાઈનલ લેવલઃ

એડવાન્સડ ઓડિટિંગ એન્ડ પ્રોફેશનલ એથિક્સ

કોર્પોરેટ એન્ડ ઇકોનોમિક્સ લોસ

ડાયરેક્ટ ટેક્સ લોસ એન્ડ ઇન્ટરનેશનલ ટેક્સેશન

ઇન-ડાયરેક્ટ ટેક્સ લોસ

હાલની પરીક્ષા પદ્ધતિ | દર વર્ષ લેવાતી સીએ ઇન્ટરમીડિએટ, ફાઇનલની પરીક્ષામાં 100 ગુણના પ્રશ્નો હોય છે. તમામ પ્રશ્નો થિયરી આધારિત, પ્રેક્ટિકલ પૂછાય છે.

અન્ય સમાચારો પણ છે...