તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 3 અધિકારીઓની ટીમ રસ્તાના કામની ગુણવત્તા પર નજર રાખશે

3 અધિકારીઓની ટીમ રસ્તાના કામની ગુણવત્તા પર નજર રાખશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમહાનગર પાલિકા દ્વારા શહેરના રોડ રસ્તાના કામોનું ગુણવત્તા તપાસવા માટે રોડ વિજિલન્સ સેલની રચના કરવામાં આવી છે. સેલમાં ત્રણ અધિકારીઓની નિમણૂંક કરાઇ છે. ત્રણ અધિકારીઓની ટીમ દ્વારા દરેક ઝોનમાં રસ્તાની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપી કમિશનરને રિપોર્ટ કરવામાં આવશે.

પાલિકામાં રોડ રસ્તાના કામ માટે 65થી લઇ 70 ટકા સુધીના નીચા ટેન્ડર આવતા હતા. જેથી રસ્તાના કામોમાં ગુણવત્તા જળવાઇ રહે તે માટે પાલિકા કમિશનર દ્વારા રોડ વિજિલન્સ સેલની નિમણૂંક કરવામાં આવી છે. સેલમાં વેસ્ટ ઝોનના ડે.ઇજનેર ડી.જે.પટેલ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના જુનિયર ઇજનેર કે.કે.શાહ અને સ્લમ અપગ્રેડ શન સેલના સુપરવાઇઝર કે.આર.મોદીની નિમણૂંક કરવામાં આવી છે. ત્રણ અધિકારીઓ દરેક ઝોનમાં ચાલતા રોડ રસ્તાના તમામ કામો કાર્પેટ, રિ-કાર્પેટ, ગ્રાઉટીંગ-મેટલ ગ્રાઉટીંગ વગેરે કામોનું નિરીક્ષણ કરશે. રસ્તાના કામોમાં ગુણવત્તા જળવાઇ રહે તે હેતુથી મ્યુ.કમિશનર દ્વારા ત્રણ અધિકારીની ટીમ બનાવાઇ છે. ટીમ સ્થળ ઉપર નિરીક્ષણ કરીને મનપા કમિશનરે રિપોર્ટ કરશે.

કામ કરતાં ઇજારદારોને ખખડાવ્યા

શહેરનાવિવિધ ઝોનમાં રોડ રસ્તા કારપેટ-રિ-કારપેટ કરવાના કામોના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. તેમ છતાં ઇજારદારો દ્વારા કામ શરૂ કરતાં મનપા કમિશનર અકળાયા હતા. સોમવારે ઇજારદાર અને અધિકારીઓ સાથે મનપા કમિશનરે મીટીંગ કરી હતી. મીટીંગમાં ઇજારદારો દ્વારા નોટબંધીના કારણે મજૂરો આવતા નથી. જેથી કામ લંબાયું હતું.

પાલિકામાં રસ્તાના કામ માટે 65થી 70 ટકા સુધીના નીચા ટેન્ડર આવતાં સેલની રચના કરવામાં આવી

મ્યુનિ.કમિશનરે રોડ વિજિલન્સ સેલની રચના કરી

અન્ય સમાચારો પણ છે...